THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દાહોદમાં પણ પ્રકાશ પથરાયો. કોરોના વાઈરસ (COVID – 19) સામે લડવાના સંકલ્પ સાથે દીપ પ્રગટાવાયા. એકતાના પ્રતીક સમાન દીપજ્યોત કરી પ્રકાશ પથરાયો. ત્યારે દાહોદમાં પણ ઠેર ઠેર દીપ પ્રગટાવાયા હતા. તથા દાહોદના ગુજરાતીવાડમાં દિવાઓ થી ભારતનો નકશો બનાવાયો હતો. જનતા (લોકો) ઘરની બહાર ન નીકળે એ માટે દરેક વિસ્તારોમાં પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દાહોદના ગોવિંદ નગરમાં સહયોગ નગર ખાતે આવેલ સહયોગ એપાર્ટમેન્ટના ધાબા ઉપર કોઠારી, દેસાઈ અને શાહ પરિવાર દ્વારા 900 કેન્ડલ નો ઉપયોગ કરીને “World’s Great Corona Warrior Modi” લખીને મોદીજીની અપીલને સન્માન આપ્યું હતું.