🅱breaking : દાહોદમાં બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

0
4910

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. 9 વર્ષની બાળકીના સંપર્કમાં પહેલી વાર આવ્યો હતો તે સુપરવાઈઝરના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ માહિતી આપતા જણાવ્યું કે બાળકીના પહેલી વખત સંપર્કમાં આવી અને તેની સ્ક્રિનિંગ કરી હતી. આજે સુપરવાઈઝરના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દાહોદમાં આ બીજો કેસ સામે આવ્યો છે. દાહોદ વહીવટી તંત્ર આવ્યું વધુ એક્શનમાં.

પોઝિટિવ કેસવાળા કર્મચારી દાહોદના સરકારી હોસ્પિટલનો સુપરવાઈઝર જે દાહોદ નજીક ના લીમડીના રહેવાસી છે. આ સુપરવાઈઝર દાહોદના અન્ય 7 મેડીકલના સ્ટાફ સાથે ગુજરાત અને મધ્ય પ્રદેશની ખાંગેલા બોર્ડર ઉપર ચેકીંગમાં ઉભા હતા અને જ્યારે મધ્ય પ્રદેશ થી આ 9 વર્ષીય મુસ્કાન કુંજડાના પરિવારજનો એમ્બ્યુલન્સમાં આવ્યા હતા ત્યારે મેડિકલ સ્ટાફ આ લોકો સાથે હતો. જેમાં આ મેલ સુપરવાઈઝર પણ હતો. આ 7 મેફિકલ સ્ટાફના કર્મચારીઓને તે દિવસથી કોરેન્ટાઇન કરેલા હતા અને સેમ્પલ લેવાયેલ હતા. જેનો રિપોર્ટ આજે આવતા પૈકી 6 નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ એક સુપરવાઈઝરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here