🅱reaking : ઇન્દોરથી આવેલ 9 વર્ષની બાળકીનું દાહોદમાં સ્ક્રીનીંગ થતા કોરોના પોઝીટીવ ટ્રેસ થયો

0
1590

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી : દાહોદમાં આવેલા કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેસની મહત્તમ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય ખાતા પાસે ઉપલબ્ધ છે એ મુજબ કોરોનાગ્રસ્ત નજીકના સંબંધીની દફનવિધિ માટે ગઇ કાલે ૦૩.૩૦ વાગ્યા આસપાસ દાહોદ આવ્યા હતા અને આરોગ્ય ખાતાના પ્રોટોકોલ મુજબ બહારના રાજ્યથી આવેલી તમામ વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દફન વિધિ બાદ તમામને પ્રારંભિક સ્ક્રિનિંગ માટે લઇ જવામાં આવ્યા હતા, ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા અને બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ દાહોદમાં કોઇ પણ સ્થળે ગયા નથી. તેના પરિવારના સભ્યો પાસેથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે.આ કેસ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર સ્ક્રિનિંગ કરવાના પરિણામે ધ્યાને આવ્યો છે અને આ પ્રવાસીઓ દાહોદમાં અન્ય સ્થળે જઇ શક્યા નથી. સરહદ ઉપર સ્ક્રિનિંગ દરમિયાન તમામ વ્યક્તિઓ નોર્મલ જણાયા હતા. પણ, ઇન્દોર કોરોનાનું હોટસ્પોટ હોવાથી સ્થાનિક આરોગ્ય ખાતાએ ચોક્કસાઇ દાખવી તમામના કોરોનાના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં આ ૯ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં આ બાળકી હાલમાં પણ તદ્દન નોર્મલ છે.

રહેવાસી : નંદનવન કોલોની માણેક બાગ ઇન્દોર.
દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ આ મામલે મધ્યપ્રદેશ પ્રશાશન સાથે વાત કરી વિગત આપી હતી. મોડી રાત્રીના અંદાજે 10.00 વાગ્યાની આસપાસ આ 9 વર્ષની બાળકીને પરિવારની વડોદરા લઈ જવાની માંગણીને ધ્યાને રાખીને વડોદરા ખાતે મોકલી અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here