🅱reaking : દાહોદમાં પોલીસ સ્ટાફને કાળો અને સંશમની વટીનું વિતરણ કરાયું

0
245

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સંશમની વટી આપવામાં આવી હતી અને કાળો પણ અપાયો હતો. જેનું ભારત સરકારના આયુષ વિભાગના ડોકટર,  સ્ટાફ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સયુકત ઉપક્રમે જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા દાહોદ પોલીસના સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓને કાળો પીવડાવી દવાનું વિતરણ કરાયું હતું.

આરોગ્ય વિભાગના આયુષ ડોકટર ગેહલોટનુ કહેવું હતું કે આ ઉકાળો પીવાથી પેટ જન્ય રોગ, આર્થરાઈટીસ(વા) જેવી બીમારીઓ મટે છે અને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ભારત સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા કોરોનાને લઇ અલગ અલગ કેટલા મોરચે લોકોના આરોગ્યની સુખાકારી માટે પ્રયાસો કરી રહી છે ત્યારે લોકોને માત્ર ઘરમાં બેસી સોશિયલ ડિસ્ટનસિંગ અને લોકડાઉનનો અમલ કરી સુખાકારી જાળવવાની છે. આમ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દાહોદમાં આ કાળો અને આયુર્વેદિક દવાઓ આપી પોલીસનું મનોબળ અને તંદુરસ્તી બે વધે તેવું કાર્ય કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here