🅱reaking દાહોદ : ગરબાડાના ખજૂરીયાના માળ ફળિયાની કરું ઘટના : મોડી રાત્રે ખાવા બનાવવા જતા કાચા ઝૂંપડામાં આગ લાગતા 4 ના કરૂણ મોત

0
233

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખજૂરીયાના માળ ફળિયામાં એક ઘરમાં ખાવા બહાર બનાવતા હતા તે સમયે ઉપર પ્લાસ્ટિકની છત અને લાકડાના ભાગમાં લાગી આગ

કેરોસીન ચૂલામાં ઠાલવવા જતા લાગી આગ. કેરોસીનના કેરબા માંથી કેરોસીન ઠાલવવા જતા ભડકો થયો અને ત્યાં બેઠેલી બે મહિલા અને બે બાળકીઓ ગંભીર રીતે દાજી જતા કરુણ મોત નિપજ્યા હતા.

આ સમગ્ર ઘટનાથી ગરબાડા પંથકમાં કરુણતાનું મોજુ ફરી વાળ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નું PM કરાવી અને લાશ મૃતકના પરિવારજનોને સોંપી હતી.

જેસવાડા પોલીસે CRPC 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here