🅱reaking : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં દીપડાએ 7 વર્ષની બાળકીને બનાવી શિકાર

0
195

ધાનપુર તાલુકાના કાંટુ ગામે ગઈ કાલે મોડી સાંજે દીપડાએ એક 7 વર્ષીય બાળકી પર હુમલો કરી નિપજવ્યું મોત

ગઈ કાલે તા.૦૭/૦૮/૨૦૨ ને શુક્રવારના રોજ સાંજના ૦૭:૦૦ વાગ્યાના સમયે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામ કે જે ફોરેસ્ટની વાસીયા ડુંગરી રેન્જમાં પડે છે તે ગામમાં એક ઘરની બહાર દીપડો સંતાઈને બેસી રહેલો હતો. તેવા સમય ઘરમાં રહેતી ૭ (સાત) વર્ષીય બાળકી ધોળકીબેન સમસુભાઈ ભુરિયા રે. કાંટુ, તા.ધાનપુર ઘરમાં રમતા રમતા અચાનક બહાર આવી જતા એ બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ગળાના ભાગે પકડી અંદાજે 500 મીટર સુધી જંગલમાં ઘસડી લઈ ગયો હતો. તે બાબતે પરિવારના લોકોએ વન વિભાગના અધિકારીને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર જઈ બાળકીને તાત્કાલિક સારવાર માટે સરકારી વાહનમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધાનપુર લઈ ગઈ હતી, પરંતુ ત્યાં ડોકટરે બાળકી ને મૃત ઘોષિત કરી હતી. બાળકી મૃત્યુ પામતા પરિવારના લોકો માં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here