🅱reaking : દાહોદ પોલીસને ગણતરીના દિવસોમાં મીરાખેડી તળગામ ઝાંખરામાંથી ફાયરિંગ કરી ફેંકી દેવાયેલ યુવાનના મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા

0
735

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORS

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ પાસે આવેલ મીરખેડી ગામે તા.૨૦/૦૮/૨૦૧૮ના રોજ તળ ફળિયામાં રોડની અંદરે ઝાડી ઝાખરામાં મૃતક પારસિંગભાઈ ભલાભાઈ ભુરિયા રહે. રૂપાખેડાના ઓને કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ અગમ્ય કારણોસર જમણા પગની સાથળમાં બંદૂકની ગોળી મારી ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી લાશને ઢસડી લઈ જઈ લાશને ખાડામાં નાખી દઈ નાસી જાવા બાબતે લીમડી પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ સોમજીભાઈ ભલાભાઈ ભુરિયાનાઓએ ફરિયાદ આપેલી જે બાબતે વણઉકેલાયેલ મર્ડરનો ગુનો લીમડી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ.
જે ગુનાની ગંભીરતા સમજી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ મહા નિરીક્ષક મનોજ શશીધર ગોધરા રેન્જનાઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરનાઓએ ગુના વાળી જગ્યાએ વિઝીટ કરી LCB PSI પી.બી.જાદવ તથા SOG PSI એન.જે.પંચાલ તેમજ લીમડી પોલીસ સ્ટેશનના PSI પી.એમ.જુડાલ તથા PSI એચ.પી.દેસાઈ જરૂરી સુચના અને માર્ગદર્શન કરી ગુનાનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી અગાઉ હથિયારના કેસોમાં ઝડપાયેલા આરોપીઓની વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી ટીમને કાર્યરત કરેલ.

આ ટીમોને તપાસ દરમિયાન LCB PSI પી.બી.જાદવનાઓને ટેકનિકલ સોર્સથી આધારભૂત માહિતી પ્રાપ્ત થયેલ કે આ મર્ડર ગુનામાં નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નીનામા રહે. કાળીમહુડી નાનો સંડોવાયેલ હોવાની આધારભૂત માહિતી પ્રાપ્ત થયેલ. જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશનના PSI પી.એમ.જુડાલ તથા PSI એચ.પી.દેસાઈ તથા સ્ટાફ પોલીસ માણસોની ટીમોએ નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નિનામાં નાનો તેના ઘરે આવેલ હોવાની માહિતી આધારે ઝડપી પાડી તેની આ ટીમોએ વ્યૂહાત્મક સઘન પૂછપરછમાં ગુનાની કબૂલાત કરેલ.

પકડાયેલ આરોપી નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નીનામા રહે. કાળીમહુડી નાઓ મરણ જનાર પારસીંગભાઈ ભલાભાઇ ભુરીયા રહે. રૂપાખેડા નાઓ બંને મિત્રો થતાં હોય અને હથિયારની અને હથિયારની લેતી દેતી માટે અવારનવાર મળતા હોય અને આરોપી ઓ તેઓના હથિયાર વેચવા માટે તેના સાગરિતો ભેગા મળી લીમડી નજીક આવેલ રૂખડી ગામે ભેગા થયેલા અને પકડાયેલ આરોપીના સાગરીતો મારૂતિ ગાડી લઇ ને હથિયારો વેચવા માટે આવેલા અને ગાડીમાં બેસી હથિયારોની ડીલ કરેલી અને હથિયારોની ડીલ દરમિયાન પૈસાની લેવડદેવડ બાબતે અંદરોઅંદર બોલાચાલી થતા આરોપીએ તેની પાસેની માઉઝર પિસ્ટલ વડે મૃતક ઉપર ફાયરિંગ કરેલું અને મૃતકનું ગાડીમાં મોત થયેલું તેની લાશને સગેવગે કરવા સારુ તેના સહસાગરીતો ભેગા મળીને ગાડીમાં મૃતકની લાશને લઈને મીરાખેડી ગામે આવેલ તળગામની સીમમાં અવાવરૂ ઝાડી-ઝાંખરામાં મૃતકની લાશને રાત્રિના સમયે ફેંકી દઈ ગાડી લઈ ફરાર થઈ ગયેલ.

પકડાયેલા આરોપીઓમાં (૧) નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નીનામા રહે. કાળીમહુડી તા.ઝાલોદ. અને (૨) યોગેશભાઈ મોહનભાઈ ખાંગુડા રહે. લીલવા ઠાકોર, તા. ઝાલોદ. આ બંને પકડાયેલા આરોપીમાં નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નીનામા રહે.કાળીમહુડી, તા.ઝાલોદ નાઓએ ગુના વખતે ઉપયોગમાં લીધેલ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તેમજ એક જીવતો કારતુસ તેમજ આ હથિયાર જે ગાડીમાં છુપાવેલ તે ઈન્ડિગો ગાડી કબજે કરી કુલ મુદ્દામાલ કિં ₹. ૧,૬૫,૧૦૦/- કબજે કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી નગા ઉર્ફે નાગેશ તાજસિંગભાઈ નિનામાં તેના સહ સાગરીતો સાથે મળી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બાગ ગામેથી સરદારજી પાસેથી ગેરકાયદેસર હથિયારોની ખરીદી કરી લીમડી ના આજુબાજુના ગામોમાં ખરીદી કરીને ડીલ કરતા તેઓની દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં મીરખેડી તળગામે થી ફાયરિંગ સાથે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here