THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ ઉપર આજે તા.૧૪/૦૫/૨૦૨૦ નેે ગુુરૂવારના રોજ સવારમાં અંદાજે ૦૮:૦૦ થી ૦૮:૪૦ કલાકની વચ્ચે ભાજપનો યુવા મોરચાનો મહામંત્રી એક અન્ય પરણીતા સાથે ફ્લેટમાં એકલો ઝડપાયો.
પરિણીતાના પતિને પહેલેથી જ શક હોઈ તે પોતાના ઘરનું ધ્યાન રાખી રહ્યો હતો. ગોદી રોડ પર આવેલ કાવસજી બંગલા પાસેની વોહરા સોસાયટીના બી.એમ.એસ. ટાવરના ત્રીજે માળે ફ્લેટ નં.-૩૦૧ માં રહેતા તસલીમબેનના પતિ હુસેન મોહસીનભાઈ શરાફ કામે જતા ચોકીદારને કહ્યું કે ઘરે કોઈ આવે તો ફોન કરજે એટલું કહી પરણીતાનો પતિ દાહોદ થી જેસવાડા જવા નીકળી ગયો હતો.
તે સમય દરમ્યાન આ ભાજપના યુવા મોરચાનો મહામંત્રી બાદલ અશોકકુમાર પંચાલ પરિણીત યુવતીના ઘરે ફ્લેટમાં અંદર ઘુસી ગયો હતો. અને ફ્લેટમાં અંદર જતા જ ચોકીદારે પરિણીતા તસલીમબેેેનના પતિ હુસેનના કહેવા મુજબ ફ્લેટને બહારથી તાળું મારી દઈ હુસેેેનભાઈ ને ફોન કરી દીધેલ ત્યારબાદ પરણીતાનો પતિ જેસવાડાથી દાહોદ આવી ગયો હતો. અને પોતાની પત્નીને અન્યની સાથે એકલા જોઈ ગુસ્સે ભરાયો હતો. અને તેને અન્ય પુરુષ સાથે પોતાની પત્નીને જોતા બાદલ પંચાલને પૂછ્યું હતું કે તું કેમ મારા ફ્લેટમાં આવ્યો છે અને એ પણ મારી ગેરહાજરીમાં ? આટલું કહેતાની સાથે જ ભાજપના યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલએ હુસેનને ધમકી આપતા કહ્યું કે તું ચૂપ રહેજે નહીંતર જેસવાડા ધંધો કરવા જઇશ તો મરાવી નાખીશ. આ બધી ચર્ચાઓ ચાલતી હતી અને જોર શોર થતા આસપડોશના લોકો ભેગા થઈ ગયા હતા. આ મામલાની જાણ દાહોદ પોલીસને થતા દાહોદ પોલીસે પહોંચી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો.
દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ભાજપના નેતાઓ આ ભાજપના યુવા મોરચાના નેતાએ જાણે ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેને બચાવવા મેદાને પડ્યા હતા. આ ઘટના બનતાની સાથે વાયુવેગે દાહોદ ગોદી રોડ થી બજારમાં અને ત્યાંથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. આ મામલે દાહોદના લોકોમાં ચર્ચાનો એ પણ વિષય બન્યો છે કે આજ બાદલ પંચાલ હમણાં થોડાક મહિના અગાઉ પણ કોઈક મહિલા સાથે પકડાયેલ હતો અને ત્યાં પણ તેને લોકોએ મેથીપાક આપ્યો હતો.
શુ આ કૃત્ય કોઈ બિરદાવા લાયક કૃત્ય છે ? તેવા અનેક પ્રશ્નો લોકો મુખે ચર્ચાઈ રહ્યા છે. આ મામલે પરણિત યુવતીના પતિએ દાહોદ ટાઉન પોલીસ મથકે પોતાની પત્ની સાથે વ્યભિચાર કરતા પકડાઈ જતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે બાબતે દાહોદ ટાઉન P.I. વી.પી.પટેલ તથા A.S.I. કાંતિભાઈ બલુભાઈએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદના આધારે પો.સ્ટે.પાર્ટ એ. ૧૧૮૨૧૦૧૧૨૦૧૨૩૦/૨૦૨૦ ઈ.પી.કો. કલમ – ૪૫૨, ૫૦૬(૨) મુજબ ભાજપાના આ યુવા નેતા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
