દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મંડાવાવ રોડ ઉપર નમકીન ની ફેકટરીમાં લાગી આગ. લાખો રૂપિયાનો કાચો અને પાકો સામાન બળીને ખાખ થઈ ગયો. રાત્રીના અંદાજે એક વાગ્યાના સમય દરમ્યાન લાગી આગ. ફેકટરી ભડભડ હોળીની માફક સળગવા માંડી ત્યારે પાડોશીઓએ ફાયરને કરી જાણ. ફાયરએ ઘટના સ્થળ ઉપર આવી અને આગ ઉપર કાબુ કર્યો. નમકીનની ફેકટરીમાં તૈયાર માલ પણ બળીને ખાખ થઈ ગયો અને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવની ચર્ચા.
