🅱reaking : દાહોદમાં કોરોનાના વધુ પાંચ દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

0
327

દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૨ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ.

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ 5 દર્દીઓને આજે તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રજા આપવામાં આવી. ગત ગુરુવારે સાંજે 7 દર્દીઓને રજા અપાયા બાદના આજે આ 5 ને રજા અપાતા છેલ્લા બે દિવસમાં કુલ 12 દર્દીઓને રજા અપાઇ છે. આ 5 પેશન્ટ મળી કુલ દાહોદમાં અત્યાર સુધી 16 પેશન્ટ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જે દાહોદ માટે ખૂબ સારા સમાચાર છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા અને બાદમાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે નવી માર્ગદર્શિકા આપી છે. જેમાં કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ 10 દિવસ સુધી રોગના કોઇ પણ લક્ષણ ના દેખાય તો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી સેલ્ફ ક્વોરોન્ટાઇન થવાનું રહેશે. દાહોદમાં કુલ એક્ટિવ 14 કેસો પૈકી 7 દર્દીઓને ગુરુવારે 10 દિવસ વીતી ગયા બાદ પણ જો કોરોના વાયરસના એક પણ લક્ષણ દેખાયા નહોતા. આથી, તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બાદમાં આજે વધુ પાંચ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. દાહોદમાં કુલ 18 કોરોના પોઝિટિવ પેશન્ટસ હતા. જેમાંથી આજ સુુધીમાં 16 ડિસ્ચાર્જ થઈ ઘરે જતા રહ્યા છે. દાહોદમાં માત્ર હવે 2 પેશન્ટ્સ કોરોના પોઝિટિવ રહ્યા છે. જેથી હવે દાહોદમાં વધુ તકેદારી રાખવામાં આવશે તો દાહોદ કોરોના મુક્ત જલ્દી જરૂર બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here