🅱reaking : દાહોદ LCB અને ગ્રામ્ય પોલીસ ને સફળતા 2 હાઇવે લૂંટના આરોપીને ઝડપી પડ્યા

0
160

 

 

ગત સપ્તાહે ઉપરા છાપરી 4 જેટલી લૂંટ થઈ હતી જેને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB અને રૂરલની ટીમે નાકાબંદી કરી. ગત સપ્તાહે લૂંટમાં અપાચે મોટરસાયકલ વાપરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ LCB અને ગ્રામ્ય પોલીસે ચારે બાજુ અપાચે મોટરસાયકલનું ચેકીંગ હાથ ધરતા બે ઈસમો GJ 20 AG 4107 નંબરની મોટરસાયકલ નીકળતા તેઓની પૂછપરછ કરતા તેઓએ સંતોસ કારક જવાબ ન આપતા દાહોદ LCB અને ગ્રામ્ય પોલીસે અટક કરીને સઘન પૂછપરછ કરતા તેઓએ દાહોદની ગત સપ્તાહે કરેલી બે લૂંટ કબુલી તેમજ સુરતની એક ઘરફોડ કબુલી.

પોલીસે આ મામલે ગરબાડા તાલુકાના છરછોડાના પ્રકાશ દીતીયા પલાસ અને અલ્કેશ નગર મેડાની અટક કરી. તેઓની પાસેથી એક અપાચે બાઇક કિં. ₹.૪૦,૦૦૦/-, મોબાઇલ કિં. ₹.૫,૦૦૦/-, સોનાની ચેન કિં. ₹. ૩૫,૦૦૦/- કુલ મળી કિં. ₹. ૮૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને તેઓની ૧૦ થી ૧૨ અન્ય ગુનાઓમાં પણ સંડોવણી છે તેની પૂછપરછ પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here