🅱reaking : દાહોદ LCB પેરોલ ફર્લો પોલીસને સજોઈ ગેંગના લુંટ, ઘરફોડ, ચોરીના ખૂંખાર વોન્ટેડ આરોપી કનુ નારસિંગ મોહનીયાની દેશી બનાવટની પિસ્ટલ હથિયાર સાથે ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
206

 

 

THIS NEWS POWERED BY : RAHUL HONDA MOTORS

પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધર ગોધરા વિભાગ ગોધરા નાઓએ દાહોદ જિલ્લાના ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી ગેંગના આરોપીઓને ઝડપી પાડવા સૂચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓએ જિલ્લાની LCBના PSI પી.બી.જાદવ તથા પેરોલ ફર્લોના PSI એ.એમ સોલંકીનાઓએ જરૂરી સુચના આપી તેઓના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવેલ તે દરમિયાન ગઈ કાલે આ ટીમો ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુધામલી રોડ ઉપર આવતા આધારભૂત માહિતી મળેલ કે સજોઈ ગામના લૂંટ ધાડ ઘરફોડ ચોરી ગેંગના જિલ્લા તથા જિલ્લા બહારના ગુનાઓના વોન્ટેડ આરોપી કનુ નારસિંગ મોહનિયાનો દુધામલી ત્રણ રસ્તા ઉપર આવનાર છે તેવી બાતમી આધારે વોચ ગોઠવી આરોપીને ત્રણ રસ્તા ઉપરથી ઝડપી પાડી તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવતાં પોલીસ સ્ટેશન એક્ટનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ કિંમત ₹.૨૫,૦૦૦/- નો મુદ્દમાલ કબજે કરેલ છે.
પકડાયેલ સજોઈ ગેંગના કુલ છ સભ્યો હોઇ જેઓ લૂંટ, ઘરફોડ કરતી વખતે મારક હથિયારો ધારણ કરી રેકી કરી જુદા જુદા વાહનોમાં બેસી ચોક્કસ જગ્યાએ ભેગા થતા અને રાત્રીના સમયે ટાર્ગેટ કરેલ જગ્યા ઉપર ઘરો/ફળિયાને બાનમાં લઈને ઘરમાં ઘૂસી જઈ ધાડ પાડતી વખતે તેઓનો કોઈ સામનો કરે તો તેની ઉપર જીવલેણ હુમલો કરી નાસી જવાની એમ.ઓ. ધરાવે છે. અગાઉ આ ગેંગ દાહોદ જિલ્લાના ધાનપુર દેવગઢ બારીયા લીમખેડા તેમજ દાહોદ જિલ્લાના પંચમહાલ તેમજ અમદાવાદ ગ્રામ્યના ધોળકા પોલીસ સ્ટેશનમાં પકડાઇ ચૂક્યા છે અને જામીન ઉપર મુક્ત થવાથી આ ગેંગ ફરીથી સક્રિય ચોરીના ગુનાઓને અંજામ આપે છે.

આ ગેંગના આરોપીઓએ ભેગા મળી અગાઉ ત્રણ મહિના પહેલા લીમખેડા નજીક આવેલ દુધિયા ગામે રાત્રીના સમયે દુકાનોને ટાર્ગેટ કરી તાળા તોડી રોકડ રૂપિયા ની કબૂલાત કરેલી જે લીમખેડા પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીનો ગુનો અનડિટેક્ટ ગુનો ડિટેકટ થવા પામેલ છે.
પકડાયેલ સજોઈ ગેંગનો મુખ્ય આરોપી અને તેની ગેંગના સાગરીતો સાથે લીમખેડા નજીક આવેલ ગામે રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપર ત્રાટકી જેમાં વોન્ટેડ હોવાનું જણાવેલ તેમજ જેસાવાડા ગામે રોડ ઉપર રસ્તે જતા રોકી તેના ઉપર ત્રાટકી જેમાં પણ હોવાનું જણાવેલ તેમ જ દેવગઢ બારિયા તાલુકાના સાથે ભેગા મળી તથા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આ ગેંગના સાગરીતો સાથે ભેગા મળી એક ગામના ફળિયામાં ત્રાટકી પડ્યા ને બાનમાં લઇ મારો સાથે ફાયરિંગ કરી પાડેલી જેમાં વોન્ટેડ હોવાનું જણાવેલ વધુમાં અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આ ગેંગના સાગરીતો સાથે ભેગા એક ગામના પડેલી આમ આ ગેંગનો મુખ્ય આરોપી કનુ નારસિંગ મોહનીયા જિલ્લા તેમજ જિલ્લા બહારના કુલ છ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાવેલ દાહોદ એલ.સી.બી પેરોલ ફર્લો પોલીસને સજોઈ ગેંગનો લૂંટ ધાડ ઘરફોડ ચોરીનો આરોપી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here