સમગ્ર ભારતમાં આજે બેંકોની હડતાલ છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ બેંકો ની હડતાલ નો પડઘો પડ્યો છે . લોકોના રોજિંદા કામકાજો પાર અસર વર્તાઈ છે. બેન્કના કર્મચારી ઉમંગ શાહ સાથે વાતચીત કરી ને પુછપરછ કરી કે હડતાલ નો હેતુ શુ છે ? ત્યારે તેઓ એ જણાવ્યું કે બેન્ક કર્મચારીઓ ને અઢી વર્ષથી 11મુ વેતન પંચ જે 14% મળવું જોઈએ તે સરકારે 12% આપવાની વાત કરી છે તે બાબતે અમારો વિરોધ છે. બીજું પેંશન જે જુના કર્મચારીઓ ને મળે છે તેજ સ્કીમ નવા કર્મચારીઓ ને મળવી જોઈએ. ત્રીજું કે હાલ જે કર્મચારીઓ રિટાયર્ડ થયા છે તે કર્મચારીઓ ની જગ્યાઓ બેંકોમાં ખાલી છે અને ભરતી નથી થતી આ ઘણા લાંબા સમયથી માંગ છે કારણકે આ કામનો વધારાનો વર્ક લોડ છેલ્લે તો કર્મચારીઓ ઉપરજ આવે છે. અને જેના કારણે કર્મચારીઓને મોડા સુધી કામ કરવું પડે છે. અને હાલમાં જે બેંકો ને મર્જ કરવામાં આવી તે મર્જર પોલિસી નો પણ કોઈક મુદ્દે તેમને વાંધો છે . આ તમામ મુદ્દાઓ સરકાર ધ્યાને લઇ કોઈ ઠોસ નિકાલ સત્વરે કરે તેવી માંગ સાથે આ હડતાલ કરી છે.
માંગ ગમે તે હોય અંતે વેઠવું તો પરાજેનેજ પડી રહ્યું છે. એ પછી નક્કી થશે જે માંગો ખરી છે કે ખોટી પરંતુ બેંકોના બન્ધ રહેવાથી દેશને અને વેપારીઓ ને કરોડોનું નુકશાન થશે તેનું શું? આમુદ્દે પણ સરકારે વિચાર અને નિર્ણય લઈ કાયમી નિકાલ કરવો જોઈએ એવી લોકોની પણ માંગ છે .
