🅱reaking Dahod : સુરતની ઘટનાને લઈને સફાળી જાગેલી દાહોદ નગર પાલિકા દ્વારા 12 કોચિંગ/ટ્યુશન કલાસિસ અને 2 જીમને કરવામાં આવ્યા સીલ, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

0
1825

સુરતના સરથાણામાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં જે કોચિંગ ક્લાસમાં જે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે તે સંદર્ભે દાહોદ જિલ્લા અને જિલ્લા વહીવટી તંત્ર દુખદ લાગણી અનુભવી રહ્યા છે અને આવા કોઈપણ બનાવ ભવિષ્યમાં દાહોદ જિલ્લામાં અને ખાસ કરીને દાહોદ, દેવગઢ બારીયા અને દાહોદ નગર પાલિકા વિસ્તારમાં ન બને તેના માટે તાકીદે સ્વરૂપે ગઈ કાલે સાંજના ૦૭:૦૦ કલાકે ત્રણે ત્રણ ચીફ ઓફિસર અને બધા તાલુકાના પ્રાંત અધિકારીઓને સત્વરે ફાયર સેફટી બાબતે ધ્યાનમાં રાખવાની સુચના આપવામાં આવી છે. આગ લાગવાના જે કારણો છે તેમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની પણ NOC હોવી જોઈએ તે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની NOC છે કે નહીં તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે કોમર્શિયલ બિલ્ડિંગમાં લિફ્ટની વ્યવસ્થા છે તે લિફ્ટની વ્યવસ્થાને પણ ધ્યાન રાખવાની છે, અને જે પણ હોટલો છે ત્યાં જે પણ ગેસના બાટલા વપરાય છે તેનાથી પણ આગ લાગવાની સંભાવના રહેલી છે. તો તે પણ કોમર્શિયલ ગેસની બોટલો વાપરે તે સુનિશ્ચિત કરવા માટે નગર પાલિકા, પ્રાંત અધિકારી, મામલતદાર અને પુરવઠાની ટીમોને તાકીદ કરવામાં આવેલ છે.
આજ રોજ તા.૨૫/૦૫/૨૦૧૯ ને શનિવારના રોજ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા બપોરના ૦૩:૦૦ કલાકે નગર પાલિકાના કોન્ફરન્સ હોલમાં પત્રકારો જોડે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર તરફથી દાહોદ શહેરમાં ફાયર સેફ્ટીના કાયદાઓની અમલવારી માટે આજ રોજ સવારના ૧૦:૦૦ વાગ્યાથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સદર ઝુંબેશમાં દાહોદ જિલ્લા વિજય ખરાડીની આગેવાની હેઠળ અને પ્રાંત અધિકારી દાહોદના સ્થળ ઉપરના નેતૃત્વમાં નગરપાલિકા તેમ જ પોલીસ વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી. આજ રોજ દાહોદ શહેરમાં તમામ કોચિંગ/ટ્યુશન ક્લાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, હોસ્પિટલો/શૈક્ષણિક સંસ્થાઓ, મોલ અને અન્ય તમામ કોમર્શિયલ બહુમાળી બિલ્ડીંગોની સઘન ચકાસણી કરવામાં આવી રહેલ છે. બપોરના ૦૩:૦૦ કલાક સુધી શહેરના સ્ટેશન રોડ, દર્પણ ટોકીઝ રોડ, ઝાલોદ રોડ, મંડાવાવ રોડ, ગોવિંદ નગર તેમજ ગોદી રોડ વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને આગળ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. આ ડ્રાઈવ ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે. આ વિસ્તારોમાં અત્યાર સુધી કુલ – ૧૪ જેટલી મિલકતો સીલ કરવામાં આવી. જેમાં ૧૨ કોચિંગ/ટ્યુશન ક્લાસીસ અને ૨ જીમને સીલ કરવામાં આવેલ છે. વધુમાં અત્યાર સુધી કુલ – ૧૪ મિલકતોને નોટિસ આપવામાં આવેલ છે. જેમાં કુલ – ૧૩ હોસ્પિટલ અને ૧ શૈક્ષણિક સંસ્થાને નોટિસ આપવામાં આવેલ છે. આ ઝુંબેશ હાલ ચાલુ જ ચાલુ છે અને કસુરવાર સામે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી એક્ટ – ૨૦૧૩, ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ – ૧૯૬૩, અને ગુમાસ્તા ધારાની કલમ – ૧૯૪૮ તેમજ CrPC ની કલમ – ૧૩૩ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તથા ફાયર હાઇડ્લ સીસ્ટમ અને મીની માઉઝર સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. લોકોને આ પરત્વે જાગૃત કરવા માટે ડિઝાસ્ટર શાખા દ્વારા સમયાંતરે પબ્લિક ડેમો રાખવામાં આવશે. તેવું દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ પત્રકારો સાથેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

પરમિશન સિવાયના વધારાના બાંધકામો હશે તો તે બિલ્ડીંગોને સીલ કરાશે અને ગેરકાયદેસરના બાંધકામો પણ તોડી પાડવામાં આવશે,  ફાયર સેફ્ટી અને નિયમો ઘોળીને પીંજનારાઓ ઉપર તવાઈ, નોટિસ આપી સીલ કરવામાં આવ્યા. :  દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા દાહોદ શહેરના ફાયર સેફટી વિના ચાલતા ૫ (પાંચ) ટ્યુશન કલાસ તથા સ્ટેશન રોડ પાર આવેલ ગેલેક્ષી જીમને સીલ મારવામાં આવ્યું.

ટ્યુશન સંચાલકો તથા જીમના માલિક જ્યાં સુધી ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી તેનું રિજ્યોનાલ ફાયર ઓફિસની કચેરી વડોદરાથી ફાયર ઓફિસરની કચેરી, વડોદરા થી ફાયર NOC મેળવવાનું રહેશે જ્યાં સુધી પોતાની મિલકતમાં જરૂરી ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી ચાલુ કરાવી દે તે બદલની NOC રિજ્યોનાલ ફાયર ઓફિસ ની કચેરી વડોદરાથી મેળવી લેવાની રહેશે. જો તેમ કરવામાં ભૂલ થશે તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એકટ – ૨૦૧૩, ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ – ૧૯૬૩, બોમ્બે સોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ – ૧૯૪૮ તેમજ અન્ય સંલગ્ન કાયદાઓ અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું કહી પાંચ ટ્યુશન ક્લાસીસ અને એક જીમ પર નગર પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે.
વધુમાં ઉપરોક્ત બાબતે બપોરના ૦૩:૦૦ કલાકે નગર પાલિકા હોલ માં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવનાર છે અને તેમાં આ બાબતે વધુ માહિતી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here