Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : પંચમહાલ પોલીસે રૂપિયા પોણા પાંચ કરોડની ₹. ૫૦૦ અને ₹....

🅱️reaking : પંચમહાલ પોલીસે રૂપિયા પોણા પાંચ કરોડની ₹. ૫૦૦ અને ₹. ૧૦૦૦ ની બંધ થયેલી જૂની ચલણી નોટો સાથે 2 વ્યક્તિઓની કરી અટક, 1 વ્યક્તિ ફરાર

આજે તા.૨૮/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ ATS અમદાવાદ તરફથી ગુપ્ત સૂચનાના આધારે પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ પંચમહાલ ગોધરાના માર્ગદર્શનના આધારે P.I. કે પી જાડેજા S.O.G. ગોધરાનાઓએ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોઈ અને તેઓને આપેલ સુચનાના આધારે હકીકત મળવેલ કે પોલીસ ચોકી નં. – ૭ ની પાછળના ભાગે આવેલ મેડ સર્કલ થી ગરનાળા બાજુ જતા રોડ ઉપર ફારૂક ઈશાક છોટાની ટાયરની દુકાન છે, ત્યાં તે દુકાન પાસે એક સફેદ કલરની ઈન્ડીકા ગાડી નં. જીજેે – ૧૮ એવી – ૩૬૬૬ ઉભેલ છે. તે ઇન્ડિકામા ઇદ્રીશ સુલેમાન હયાત અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાત તથા ફારૂખ ઈશાક છોટા ત્રણેય રહે ગોધરા જિ.પંચમહાલ સાથે મળી કોઈ મોટા જથ્થામાં ભારતીય બનાવટની બનાવટી ચલણી નોટોનો ગેરકાયદેસર વહીવટ કરવા જઈ રહેલ છે, જે બાતમી આધારે તે જગ્યાએ જઈ તપાસ કરતા ફારૂક ઈશાક છોટા તો હાજર મળેલ અને તેની પાસેથી ₹.૧૦૦૦/- ના દરની સરકાર દ્વારા બંધ કરાયેલા નોટોના બંડલ નંગ – ૦૫ મળી આવેલ અને વધુ પૂછપરછ કરી તેનેે સાથે રાખી ઇદ્રીશ સુલેમાન હયાત અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાત બંને રહે ધંત્યા પ્લોટ, ગોધરાનાઓની તપાસ કરતા ઇદ્રીશ સુલેમાન હયાત ત્યાંથી ભાગી છુટેલ અને તેનો પુત્ર જુબેર ઇદ્રીશ હયાત ઈન્ડિકા ગાડીમાં જ હાજર મળી આવેલ અને ત્યારબાદ ઈન્ડિકા ગાડીમાં થતાં તેના ઘરમાં ઝડતી તપાસ કરતા ભારત સરકાર દ્વારા સને ૨૦૧૬ ની સાલમાં રદ કરાયેલ ભારતીય બનાવટની ચલણી નોટોના ₹. ૧૦૦૦/- ના દરની નોટો નંગ – ૯,૩૧૨ તથા ₹. ૫૦૦/- ના દરની નોટો નંગ – ૭૬,૭૩૯ મળી કુલ રકમ ₹. ૪,૭૬,૮૧,૫૦૦/- મળી આવતા બે આરોપીઓને પકડવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેેેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments