Thursday, December 12, 2024
Google search engine
HomeLimkheda - લીમખેડા76 માં સ્વતંત્રતા દિવસની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

76 માં સ્વતંત્રતા દિવસની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

જ્યાં આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે, અને દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ધૂમધામથી અને આઝાદીના રંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવી, સાથે જ હેડ બોય અને હેડ ગર્લની સાથે બંને હાઉસના કેપ્ટન અને ઉપકપ્તાનની જાહેરાત કરવામાં આવી તથા શાળા ના પ્રમુખ ચિરાગભાઈ શાહ, શાળાના માર્ગદર્શક જીવનબાલા શાહ, શાળાના ડિરેક્ટર કલ્પેશ શાહ, પ્રાથમિક શાળાના આચાર્ય અર્જુનભાઇ પ્રજાપતિ, સામાજિક અગ્રણી ઉત્પલભાઈ અગ્રવાલ, ગોપાલભાઈ શાહ, મૌનીબાબા હોસ્પિટલના સંચાલક દિનેશભાઇ ભરવાડ દ્વારા બેજ થી વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો તથા વાલી મિત્રો પ્રોગ્રામ નિહાળીને મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.

વિદ્યાર્થીઓમાં અમૃત મહોત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને પ્રસંગને અનુરૂપ સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ શાહ દ્વારા ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી ઉદ્દબોધન પ્રાપ્ત થયું અને બધાને સ્વાંતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments