આજે તા.૦૨/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદ શહેર ખાતે દાહોદ નગર પાલિકા દ્વારા મોરબી કેબલ બ્રિજ હોનારતમાં અવસાન પામેલ દિવંગતને શ્રધ્ધા સુમન અર્પણ કરવા દાહોદ નગરના તમામ વોર્ડમાં શોક સભા રાખવામાં આવેલ હતી. આ શોક સભા દાહોદના વિવિધ વિસ્તારોમાં યોજાઈ જેમાં દરેક વોર્ડનાં કાઉન્સિલરો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહીને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
જેમાં વોર્ડ નંબર 4 નાં મંડાવાવ રોડ ખાતે આવેલ જલારામ બાપા મંદિર ખાતે વોર્ડ કાઉન્સિલરો તથા વોર્ડની જનતા દ્વારા મોરબી મચ્છુ નદીના કેબલબ્રીજ તૂટતાં નદીમાં ડૂબી મૃત્યુ પામેલ દિવંગતને શ્રદ્ધાંજલિ આપી તથા મૌન પાળી મૃતકોની આત્માને શાંતિ મળે અને શ્રી ચરણોમાં તેઓને સ્થાન મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સંચાલિત “માં ભારતી ઉદ્યાન” માં આવેલ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
વધુમાં દાહોદ નગર પાલિકાના નવે નવ વોર્ડમાં નીચે મુજબના સમય અને સ્થળ ઉપર શોક સભા રાખવામાં આવેલ હતી.
વોર્ડ – ૧ – સ્થળ – લખનભાઈ રાજગોરની ઓફીસ પાસે, ગોદી રોડ, દાહોદ. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૨ – સ્થળ – ફતેમાબેનના નિવાસbસ્થાને, બુરહાની સોસાયટી, દાહોદ. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૩ – સ્થળ – સ્વામી વિવેકાનંદ ચોક, દાહોદ. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૪ – સ્થળ – જલારામ મંદિર, મંડાવ રોડ, દાહોદ. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૫ અને પરેલ વિસ્તાર – સ્થળ – જલારામ પાર્ટી પ્લોટ, દાહોદ. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૬ – સ્થળ – નીરજભાઈ દેસાઈની ઓફીસ પાસે. સમય – સાંજના ૦૪:૦૦ કલાકે, વોર્ડ – ૭ – સ્થળ – નગરપાલિકા ચોક, દાહોદ. સમય – સાંજના ૦૫:૦૦ કલાકે, વોર્ડ – ૮ – સ્થળ – મોલવી હાઉસ, સમય – સાંજના ૦૫:૩૦ કલાકે તથા વોર્ડ – ૯ – સ્થળ – સંતકૃપા સત્સંગ ભવન. સમય – સાંજના ૦૫:૦૦ કલાકે. આમ સમગ્ર દાહોદ શહેરમાં આજ રોજ દરેક વોર્ડમાં શોક સભા રાખવામાં આવી હતી.