Thursday, October 31, 2024
Google search engine
HomeBig Breaking🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં કોરોનાની ચોથી લહેરનો પ્રથમ કેસ...

🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં કોરોનાની ચોથી લહેરનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ

શિક્ષક બાયપાસ સર્જરી કરાવવા માટે અમદાવાદ રિપોર્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો કયો વેરિએન્ટ છે તે જાણવા મળેલ નથી

ફતેપુરા નગરમાં કોરોનાની ચોથી લહેરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે કયો વેરિઅન્ટ છે તે જાણવા મળ્યું નથી. વિક્સીનના બંને ડોઝ લીધા હતા પરંતુ બુસ્ટર ડોઝ લેવાનો બાકી હતો.

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેશો જોવા મળતા ન હતા પરંતુ ધીરે ધીરે કોરોનાએ ફરી સમગ્ર રાજ્યમાં પગ પસારો કર્યો છે, ત્યારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરનાં મેઈન બજારમાં રહેતા ૫૬ વર્ષના શિક્ષકને બાયપાસ સર્જરી કરવા માટે અમદાવાદ ગયા હતા. તે દરમિયાન સ્થળ પરના ડોક્ટરે તેમને સર્જરી પહેલા કરવામાં આવતા રિપોર્ટ કરાવ્યા હતા. તે દરમિયાન તેમનો કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યો હતો. તે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ તેમના રહેઠાણ વાળા વિસ્તારનું નામ સરનામું જણાવ્યું હતું તેની તપાસ કરતા ફતેપુરા નગર હોઈ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ના સમાચાર ફતેપુરા નગરમાં વાયુ વેગે પ્રસરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફતેપુરા તાલુકા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુરેશ આમલીયાર અને તેમની ટીમ શિક્ષકના  નિવાસ સ્થાનની મુલાકાત લેતા તેમણે અહીં કોઈ વ્યક્તિ ન મળતા ટેલીફોનિક સંપર્ક કરીને જાણકારી મેળવવામાં આવી હતી. તેમની તબિયત હાલ પૂરતી સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સારી અને મહત્વની વાત એ છે કે તેમના સંપર્કમાં એક પણ વ્યક્તિ આવ્યું નથી સ્થાનિક કક્ષાએ તે બાબતે હસકારો થયો છે. કોરોનાનું કયું વેરીએન્ટ છે તે જાણી શકાયું નથી. આરોગ્ય તંત્ર દ્વારા ફતેપુરા નગરમાં માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને ડરવાની ગભરાવાની જરૂરત ન હોઈ ફક્ત અને ફક્ત સાવચેતી રાખવી, માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments