પૂજ્ય ગુરુ ગોવિંદ મહારાજના કંબોઈધામ ખાતે એકાદશી નો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. જય ગુરુ ગોવિંદ દુવારા ટ્રસ્ટ “કંબોઈધામ” ના સંતો ભક્તોના સફળ આયોજનથી દાહોદ જિલ્લાના લીમડી પાસે આવેલા એવા પવિત્ર પૂજ્ય ગુરુ ગોવિંદ મહારાજ ના સમાધી ધામ એવા કંબોઈ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ અગિયારસનો વાર્ષિક ધાર્મિક ભવ્ય મેળો સોમવારે સવારના 11.00 થી રાત્રિના સમય દરમિયાન યોજાયો હતો. પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજ ના પરિવારના ગુરુ મહારાજ ખાસ ઉપસ્થિ રહ્યા હતા. તેઓએ દર્શન, આરતી, પાઠપૂજા, ભજન કીર્તનનો લાભ લેતા સંતો મહંતો, મેત-કોટવાલ ભગત-ભગતાણીયોને ભક્તિમય જીવન જીવવાની તેમજ ખોટા વ્યશનોથી દૂર રહેવાની શીખ આપી હતી.
ગુજરાત રાજસ્થાન, મધ્ય પ્રદેશ ના ગામડે ગામડેથી કેટલાક ભગતો મોટી સઁખ્યામા ભજન મંડળ સાથે આવ્યાં હતાં. ખેડુતોએ નવા પાકમાં થયેલ મકાઈની ભેટ ધરી હતી અને હવન સેવા પૂજા કરી રાતભર ભજનોની રમઝટ બોલાવી હતી.