Thursday, October 31, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના આફવા અને સુખસર ખાતે વિકસિત ભારત યાત્રાનું સ્વાગત કરાયું

ફતેપુરાના આફવા અને સુખસર ખાતે વિકસિત ભારત યાત્રાનું સ્વાગત કરાયું

ફતેપુરાના આફવા અને સુખસર ખાતે વિકસિત ભારત યાત્રામાં સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા અને સુખસર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પ્રજાલક્ષી વિવિધ સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુરા અને સંધેલી તાલુકામાં સંકલિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામે ગામ ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે જન જન સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે અર્થે ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા પ્રજાલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે અને લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શુક્રવારના રોજ તાલુકાના આપવા અને સુખસર ખાતે વિકસિત ભારત યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ખેતીવાડી આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે મોદી સરકારની ગેરંટીના વિકસિત ભારતમાં ગામનો વિકાસ એ જ આપણો સંકલ્પ કહેવાય દરેક ગ્રામજનોએ પોતાના ગામના વિકાસ માટે આગળ આવવું જોઈએ અને સરકારની દરેક યોજનામાં લાભ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં ફતેપુરા મામલતદાર વસાવા વિસ્તરણ અધિકારી ઉમાં પશુપાલન અધિકારી સીડીપીઓ પ્રીતિ અસારી આરોગ્ય સ્ટાફ સહિત વિવિધ વિભાગમાંથી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments