Thursday, October 31, 2024
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાવિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી છે -...

વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી છે – પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ

નાની ખજુરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ યોજનાના લાભો ગ્રામજનોને અપાયા.

આજે તા.૧૦/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના નાની ખજૂરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. નાની ખજૂરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓથી કોઈપણ નાગરિક વંચિત ના રહી જાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ દેશના ગામડે-ગામડે સુધી પહોંચી છે. મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ગ્રામજનોને યોજનાકીય લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

મંત્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ લાભાર્થીઓને ખેતીવાડી શાખાની યોજનાઓ, મિશન મંગલમ અંતર્ગત સખી મંડળને સહાય, ટ્રેક્ટર ખરીદીમાં સબસીડી સહાય, પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિત વિવિધ યોજના વગેરેનો લાભ આપવામાં આવ્યો હતો.

મામતલદાર સમીરભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન કાર્યક્રમ સમયે મહત્તમ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તે ઉમદા હેતુસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેમ્પ, આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજના, પોષણ યોજના, પ્રાકૃતિક ખેતી વેચાણ અને માર્ગદર્શન કેમ્પ, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન સહાય અને મહિલા બાળ વિકાસની યોજના, મિશન મંગલમ, સહિત યોજનાઓના કેમ્પ રાખવામાં આવ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા નાની ખજૂરી ગામે ડ્રોન નિર્દેશન કરીને ખેડૂતોને લાભ લેવા માટે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સરપંચો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments