Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️ig 🅱️reaking : દાહોદની મેઘદૂત સોસાયટીમાં મોડી રાત્રે પોણા ત્રણ વાગે તસ્કરોનો...

🅱️ig 🅱️reaking : દાહોદની મેઘદૂત સોસાયટીમાં મોડી રાત્રે પોણા ત્રણ વાગે તસ્કરોનો તરખાટ, ઘર માલિકને માથામાં હથોડાથી માર્યો સામનો કરતા ચોર ભાગ્યા

દાહોદમાં શિયાળાની ઠંડી અચાનક બે દિવસમાં વધી જતા તસ્કરોએ દાહોદની ચાકલિયા રોડ સોસાયટીના રહેણાંક મકાનને બનાવ્યું નિશાન. રાત્રે પોણા ત્રણ વાગે મેઘદૂત સોસાયટીમાં રહેતા વેપારી સંકેત શાહના ઘરમાં નીચે લિવિંગ રૂમમાં દરવાજા ઉપરની ગ્રિલ કાપી ઘરમાં પ્રવેશ કરી ઉપર સૂતેલા દંપતીને ઘરમાં ઘૂસી ગયેલા ચાર લોકોએ બાજુના રૂમમાં તિજોરીની ચાવી લેવા ઘેરી લીધા હતા અને બન્નેના માથા પાસે બે બે ચોર ઊભા રહી ગયા હતા. પહેલા તે ચોર લોકોએ દંપતીના મોબાઈલ લઈ લીધા ત્યારે અચાનક દંપતીની ઊંઘ ખુલી જતા સંકેતભાઇને માથામાં હથોડો માર્યો અને પગમાં કોષ મારી હતી, પરંતુ બન્ને પતિ પત્નીએ તે ચોરોનો સામનો કરતા કરતા ચારેય ચોર ગુજચવાયા હતા અને સામનો કરતા કરતા રૂમની બહાર આવી જતા બીજી વખત હથોડો માથામાં મારી સંકેતભાઈને લોહીલુહાણ કર્યા હતા પરંતુ દંપતીએ ભારે હિંમતભેર સામનો કરતા તેઓ ઘરની બહાર નીકળી ભાગી ગયા હતા. આ ચાર તસ્કરો ઘરમાંથી ૧ – લેપટોપ, ૨ – મોબાઈલ અને રૂપિયા 25000 જેટલી દુકાનની સિલક લઈ નાસી ગયા હતા.

આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતાં દાહોદ ASP બિશાખા જૈન, અન્ય અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ સ્થિતિની જાણકારી મેળવી આગળ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments