Breaking : દાહોદના ધાનપુર પંથકમાં ભારે વરસાદના લીધે ઉમેરિયા ડેમ ઓવરફ્લો

0
253

 ABHESING RAWAL –– DHANPUR 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ ઉમેરિયા ઇરીગેશન ડેમ ખાતે 12 mm જેટલો વરસાદ વર્ષયો. અત્યાર સુધી ઉમરીયામાં કુલ 588 ક્યુસેક પાણીનો ઇનફ્લો થયો છે. જેમાં મોસમનો કુલ 560 મિમી વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે ઉમેરિયા ડેમનું લેવલ 280 ઉપર પહોંચ્યું હતું. જે લેવલ સ્ટોરેજ ઇનનું 100% ઉપર થઈ ગયુ છે. અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે તેમજ જો આમ જ વરસાદ વરસ્યા કરશે તો ઉમરીયા ઓવરફ્લો થઈ જશે. દાહોદ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને ભારે ગાજવીજ અને પવન સાથે વરસી રહ્યો છે. મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર દાહોદ જિલ્લાના લોકોને અસહય ગરમીથી મળી નિજાદ અને ખેડૂતોને સિંચાઇ સાથે જીવન જરૂરિયાતનું પાણી પણ પૂરું પડતા ધરતીપુત્રોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ. અને દાહોદમાં કાળા ડિબાંગ વાદળોથી ભર દિવસે અંધારુ જોવાઇ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here