Breaking : દાહોદમાં આજે કોરોના વાયરસનો રાફડો ફાટયો, ૩૯ કોરોના પોઝીટીવ જાહેર થયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪ થઇ

0
446

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  
દાહોદ જિલ્લામાં આજે એક સાથે કુલ ૩૯ વ્યક્તિઓને કોરોના મહામારીએ ચપેટમાં લીધા છે. આ સાથે કુલ ૩૯ લોકો ઉપર કોરોનાનો બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ એટલા વધી રહ્યા છે કે આજે અમદાવાદ, સુરત અને વડોદરા કરતાં પણ વધુ ઝડપથી દાહોદ પણ મીની વુહાન બનવા તરફ વધી રહ્યું હોય તેમ જણાય છે. લોકોમો લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે.

આજે તા.૨૧/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ કુલ ૩૯ વ્યક્તિઓ કોરોના મહામારીની ચપેટ માં આવી જવાના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૨૧/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ ૩૯ જેટલા કોરોના પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૩૯ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા એક દસ દિવસમાં કુલ ૧૫૭ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૯૩ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૯૩ સેમ્પલ પૈકી ૧૫૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૩૯ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આજ રોજ તા.૨૧/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૩૯ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ૩૬ વર્ષીય વિઠ્ઠલભાઈ તેરસિંગ હઠીલા, નિશાળ ફળિયું, છાપરી, (૨) ૬૫ વર્ષીય વિમલાબેન છત્રસિંગ રહે. ગોવિંદ નગર, (૩) ૬૫ વર્ષીય સાબેરા સાબીર નલાવાલા રહે, દાહોદ (૪) ૫૫ વર્ષના મુસ્તનભાઈ સાદીકભાઇ વલીનાબુ રહે, દાહોદ (૫) ઝેહરા હુસેન નગદી કે જેઓ ૩૦ વર્ષના છે. અને ગોધરારોડ ખાતે રહે છે. (૬) ૩૮ વર્ષના મુકેશભાઇ લક્ષ્મણભાઈ મકવાણા, રહે. રાછરડા, (૭) ૪૫ વર્ષના સંજયભાઈ ભીખાભાઇ ભાટીયા રહે. ઈન્દોર હાઇવે, દાહોદ, (૮) ૩૫ વર્ષના હસમુખભાઇ કચરાભાઈ માળી રહે, સોની વાડ, દાહોદ, (૯) ૬૦ વર્ષના કૃષ્ણકાંતા રાજેન્દ્રકુમાર પારેખ રહે, હનુમાન બજાર, (૧૦) ૩૫ વર્ષના સરલબેન હિતેન્દ્રભાઈ પડવાલ રહે. લક્ષ્મી નગર, (૧૧) રાજુભાઇ વીરસિંગભાઇ રાઠોડ  ઉ.વ. ૪૫ વર્ષ રહે. ગાંગરડા તા. ગરબાડા, જી. દાહોદ, (૧૨) સિરાજભાઈ અબ્બાસભાઈ ભાદરવે ઉ.વ. ૭૦ વર્ષ, રહે. ઠક્કર ફળિયા, દાહોદ, (૧૩) ૮૦ વર્ષના નર્મદાબેન જયનારાયણ શાહ રહે. ઇંદૌર રોડ, દાહોદ (૧૪) ૨૫ વર્ષીય મુરતુજા શબ્બીરભાઈ નલાવાલા રહે. નજમી મહોલ્લા, દાહોદ (૧૫) ૪૮ વર્ષીય અનિતાબેન દીપકભાઈ અગ્રવાલ, રહે. ગોદી રોડ, દાહોદ (૧૬) દીપકભાઈ નંદીલાલ અગ્રવાલ, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ (૧૭) ૨૬ વર્ષના શ્રેય પ્રવીણચંદ્ર દોશી રહે. ગોદી રોડ, (૧૮) ૪૨ વર્ષના બળવંતભાઈ શિવનારાયણભાઈ કોળી, રહે. પરેલ, દાહોદ (૧૯) ૩૬ વર્ષના સચિનભાઈ રમેશભાઈ સુથાર, રહે. મંડાવાવ રોડ, દાહોદ (૨૦) ૩૬ વશના હતિંભાઈ ઇબ્રાહિમભાઈ ચુનાવાલા રહે. દાહોદ (૨૧) ૫૦ વર્ષના હીરાલાલ મનસુખલાલ પ્રજાપતિ, રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૨૨) ૭૨ વર્ષના શબ્બીર હુસેનભાઇ ઝૂપડાવાલા રહે. ચલ્લાવાલાની શેરી, દાહોદ (૨૩) ૬૩ વર્ષના શાબેરાબેન અસગરભાઈ લતીફ રહે. હુસેની મોહલ્લા, દાહોદ (૨૪) ૨૩ વર્ષના અર્થ નગીનભાઇ પટેલ રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૨૫) જયેશભાઇ કાલીદાસ પરમાર ઉ.વ. ૪૪ વર્ષ રહે. ડબગરવાડ, દાહોદ, (૨૬) ૫૪ વર્ષના નીપમ બિપિનચંદ્ર કડકીયા, ગોકુળ સોસાયટી, દાહોદ (૨૭) ૨૭ વર્ષના ચિરાગ પ્રદીપ હઠીલા રહે. જીવનદીપ સોસાયટી, દાહોદ (૨૮) ૨૫ વર્ષના સુનિલ ભુરા હઠીલા, રહે. રાણાપુર (૨૯) ૮૨ વર્ષીય તારાબેન ફકરૂદ્દીન ઝાલોદવાલા હુસેની મહોલ્લા, (૩૦) ૩૪ વર્ષા સાંગલીતાબેન નેવાભાઇ પરમાર રહે, લક્ષ્મી નગર, દાહોદ, (૩૧) ૫૦ વર્ષના અનિલ જાદવ પંચાલ, રહે. લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ. (૩૨) ૪૨ વર્ષના પારૂલ અનિલ પંચાલ રહે. લીમડી, તા. ઝાલોદ, જી.દાહોદ (૩૩) ૬૫ વર્ષના સંપદબેન જશવંતલાલ ચૌહાણ રહે. સોનીવાડ, (૩૪) ૪૦ વર્ષીય બિલકીશબેન બુરહાનભાઈ કનીલા રહે. દેસાઈવાડ, દાહોદ (૩૫) ૬૧ વર્ષીય હિતેશભાઇ બિપિનચંદ્ર દેસાઈ રહે. દેસાઈવાડ, (૩૬) ૭૯ વર્ષના કૌશલ્યાબેન કલ્યાણદાસ રામચંદાની રહે. અંકુર સોસાયટી, દાહોદ, (૩૭) ૩૯ વર્ષના પ્રદીપ સજજનસિંહ બામણ, રહે. ગોવિંદ નગર, દાહોદ (૩૮ ) ૫૫ વર્ષના ચંદુભાઈ ડાહ્યાલાલ ચૌહાણ, રહે. મોચીવાડ, દાહોદ અને (૩૯) ૬૯ વર્ષીય મહિપાલ કસ્તુરચંદ દોશી રહે. દૌલત ગંજ બજાર, દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૩૯ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

THIS NEWS IS POWERED BY — PHONE WALE 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં –  ૩૬  ગરબાડા તાલુકામાં  ૦૧  અને ઝાલોદ તાલુકામાં  ૦૨  પોઝીટીવ કેસ આવતા કુલ  ૩૯  કોરોના પોઝીટીવની સાથે કુલ સંખ્યા  ૨૯૩  થઈ છે. જેમાંથી આજે કુલ  ૦૭  વ્યક્તિઓને સરકારી ગાઈડ લાઇનને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ  ૧૧૦  લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા  ૧૬૪  થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો  ૧૯  ઉપર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here