Breaking News : ગરબાડા તાલુકાનાં માતવા ગામે આડત્રીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ

0
700

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં માતવા ગામે પોલીસે કોમ્બિંગ દરમ્યાન બાતમીના આધારે એક ગોડાઉનમાં રેઇડ પાડી ગોડાઉનમાં મૂકી રાખેલ આડત્રીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસની રેઇડ પડતાં બુટલેગર ફરાર થઈ ગયેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાનાં માતવા ગામે માતવા ગામના બુટલેગર શનુભાઈ મડિયાભાઇ પલાસે વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરી રાખેલ છે તેવી કોમ્બિંગ દરમ્યાન પોલીસને બાતમી મળતા તે બાતમીના આધારે તા.૨૬/૦૬/ ૨૦૧૭ના રોજ ઇન્ચાર્જ DSP તેજસ પટેલ, DYSP એમ. આર.ગુપ્તા, LCBEPI પરમાર તથા જેસાવાડા PSI ડોડીયા તથા તેમજ ઇન્ચાર્જ CPI (ગરબાડા PSI) આર.બી.કટારા તથા સ્ટાફના માણસોએ સંયુકતમાં રહી બાતમી વાળી જગ્યાએ કોમ્બિંગ કરી રેઇડ પાડી પંચના માણસોને સાથે રાખી ગોડાઉનની ઝડતી લેતા શનુભાઈ મડિયાભાઇ પલાસના ગોડાઉનમાંથી ૧૨૦૦ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો જેની કી.રૂ.૩૮,૦૦,૦૦૦/- (આડત્રીસ લાખ) નો વિદેશી દારૂની જથ્થો મળી આવતા તે વિદેશી દારૂનો જથ્થો પકડી પડી કબ્જે લીધેલ છે. જ્યારે પોલીસની રેઇડ પડતાં શનુભાઈ મડિયાભાઇ પલાસ ફરાર થઈ ગયેલ છે.

આ બાબતે જેસાવાડા PSI એમ.જી.ડોડીયાએ માતવા ગામના શનુભાઈ મડિયાભાઇ પલાસ વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શનુભાઈ મડિયાભાઇ પલાસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર થઈ ગયેલ બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here