GST કાયદામાં પડતી મૂશ્કેલીને લઇને વિરમગામ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને ટેક્ષ અઘિકારીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ

0
50
PIYUSH GAJJAR – VIRAMGAM
કેન્દ્ર સરકાર દ્વારા 1-7-2017 થી અમલી બનેલ GST કાયદા મા પડતી મૂશ્કેલી બાબતે આજરોજ વિરમગામ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને ટેક્ષ અઘિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમા જણાવ્યું હતું કે જીએસટી કાયદામાં દર મહિને 3 રીટર્ન ભરવાની જે જોગવાઇ તે બાબતે વિરમગામ ટેક્ષ બાર એસોસિએશન ને મૂશ્કેલી પડતી હોય ઉપરાંત કોમ્યુટર, પ્રિન્ટર, સોફ્ટવેર તેમજ એકાઉન્ટની વ્યવસ્થા નથી હોતી, ટેક્ષની રકમ રૂ.૫૦ હજાર હોય તો ચેક દ્વારા ચૂકવણી થઇ શકે વેટના કાયદામા હોય તું પ્રમાણે સુઘારો કરવા, જીએસટી સર્વર વારંવાર બંઘ અથવા ઘીમી થઇ જાય છે તે સુઘારો કરવા સહિતની જીએસટીને લગતી મૂશ્કેલીને લઇને વિરમગામ ટેક્ષ બાર એસોસિએશન વિરમગામના ગણપતભાઇ ગજ્જર, યોગેશ ઝીંઝુવાડીયા, વિપુલભાઇ વાલા સહિતના એસોસિએશનના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here