THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
MGVCL કર્મચારીઓના પ્રશ્નો બાબતે અને મેનેજમેન્ટ ની એકતરફી નીતિના વિરોધ માટે AGVKS અને જીબીયા ની સંકલન સમિતિ દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ અને આંદોલનની નોટિસ તા.૧૦.૦૬.૨૦૨૦ ના રોજ આપેલ. જે સંદર્ભે ગત રોજ તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ MGVCL ની કોર્પોરેટ ઓફીસ ખાતે AGVKS, જીબીયા અને સુપરવાઈઝરી સ્ટાફ એસોશીએશનના હોદ્દેદારો અને MGVCL ની મેનેજમેન્ટની ટીમ વચ્ચે બપોરે ૦૩.૩૦ વાગ્યા થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી ચાલેલ મિટિંગમાં આંદોલનની નોટીસના પ્રથમ ટાઈમ બાર એરિયરની કુલ રકમ (જે ખોટી અને ઘણી વધારીને નોટીસ આપેલ છે) ને મુદ્દે એમ.ડી. ના જડ અને ઘમંડી તથા બીનજવાબદાર વર્તનના કારણે જ અને દર વખતે જુદો જુદો નિર્ણય લેતા મેનેજમેન્ટની (૨ ચીફ એન્જીનીયર અને ૨ જનરલ મેનેજર) ટીમ સાથેની મિટિંગમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર નક્કી થયેલ સૈદ્ધાંતિક સમાધાન બાદ પણ એમ.ડી., MGVCL ફરી જતાં મેનેજમેન્ટની ટીમનું પણ નીચા જોણું થયેલ છે અને યુનિયનની સંકલન સમિતિએ હવે પછી નિર્ણયનો અમલ નહીં કરાવી શકતી.આ મેનેજમેન્ટ ટીમ સાથે કોઈ જાતની વાટાઘાટો નહીં કરવાનું તથા હવે જો વાટાઘાટો એમ.ડી., MGVCL ની હાજરી હશે તો જ કરવામાં આવશે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
અને આમ ગત રોજની મીટીંગમાં પણ મડાગાંઠ સર્જાતા કોઈ હકારાત્મક નિરાકરણ આવેલ નથી અને હાલની પરિસ્થિતિમાં તા.૦૧/૦૭/૨૦૨૦ નો માસ સી.એલ. નો કાર્યક્રમ ચાલુ જ રહે છે. ૩,૫૦૦ જેટલા કર્મચારીઓ માસ સી.એલ. ઉપર જશે જ તથા પ્રજા અને ઉદ્યોગોને પડનારી હાલાકી તથા MGVCL અને સરકારની છાપ ખરડાય તેમ છે. માટે ફક્ત એમ.ડી., MGVCL નું બાલિશ અને ગેરજવાબદાર વલણ જવાબદાર રહેશે. આ.. ગિરીશ જોશી, એમ.યુ. નાયક – સંકલન સમિતિ, AGVKS અને જીબીયા તથા ટેકો આપનાર સુપરવાઈઝરી સ્ટાફ એસો. ના એમ.એન. રાઠોડ