Newstok24 માં પ્રસિદ્ધ થયેલ અહેવાલના પગલે તંત્ર દ્વારા ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાં બિસ્માર રસ્તા ઉપર RCC રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

0
679

 

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)PRIYANAK CHAUHAN GARBADA

ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાં ખરોડ નદીના નવા બનેલ પુલ સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં હોવા બાબતના Newstok24 માં તારીખ.૦૯/૦૩/૨૦૧૬ ના રોજ સમાચાર પ્રસિદ્ધ થતાં સંબંધિત તંત્ર દ્વારા રસ્તાનું મેંટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે તે સમયે ફક્ત ગ્રેવલ નાંખી ખાડા પૂરી વેઠ ઉતાર કામગીરી કરવામાં આવી હતી જેને લઈને આ બાબતે ફરી Newstok24 માં તારીખ.૦૮/૦૪/૨૦૧૬ ના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા તેના પગલે સંબંધિત તંત્ર દ્વારા ટૂંકા સમયમાં આ રસ્તા ઉપર આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતાં વાહન ચાલકોને જે તકલીફનો સામનો કરવો પડતો હતો તેનો અંત આવતા વાહન ચાલકોમાં તથા ગામમાં ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે.

વધુમાં ગરબાડા નવતરીયાથી હનુમાનજી મંદિર ચાર રસ્તા સુધી ગાંગરડી બાયપાસ સીસી રોડ બનાવેલ છે તે રોડની બંને સાઈડો ઉપર બ્લોક બેસાડવાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલ છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવે અથવા રોડ પહોળો કરવામાં આવે તેવી લોક માંગ છે.

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here