RASHMIN GANDHI –– RAJKOT
રાજકોટ જીલ્લાના પોલીસ અધીક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ દ્વારા વણ શોધાયેલ મીલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે આપેલી સુચના અનુસાર ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ.જોષી તથા સ્ટાફના માણસોને સાથે રાખીને વોચમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજિતભાઈ ગંભીરને ખાનગી રાહે મળેલી અને તે હકીકતના આધારે રાજકોટ ગ્રામ્ય સ્ટાફે ધોરાજીના ૩ ઈસમો (૧) હુશેન પઠાણ જાતે સિપાહી રહેવાસી ધોરાજી, (૨) મોહસીન સમા જાતે ખાટકી રહેવાસી ધોરાજી, (૩) હુશેન કુરેશી જાતે મતવા રહેવાસી ધોરાજી એમ આ ત્રણેય શખ્સોને ચોરીની ૧૫ બાઈકો સાથે સાથે મોબાઈલ નંગ ૩ જેમની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ ટોટલ મુદ્દામાલ રૂપિયા ૩,૦૮,૦૦૦ સહિત પકડી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી. ૧૦૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.