Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાજાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વશાસન દિવસની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વશાસન દિવસની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે આજે તા.૫મી સપ્ટેમ્બરના રોજ દેશના બીજા નંબરના રાષ્ટ્રપતિ એવા ડો. સર્વપલ્લી રાધકૃષ્ણન્ ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં આચાર્યા તરીકે બરજોડ રોશનીબેન અનિલભાઈએ ભૂમિકા ભજવી હતી અને સુપરવાઇઝર તરીકે જવાબદારી પટેલ ખ્વાઈસબેન હિમાંશુભાઈને આપવામાં આવેલી હતી અને તેની સાથે સાથે ક્લાર્ક અને પટાવાળાઓની પણ નિમણૂક કરવામાં આવી હતી અને જે શિક્ષિકા બહેનો શિક્ષિકા તરીકેની પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી કામગીરી કરી હતી. આમ સમગ્ર દિવસને આનંદમય અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક વી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના સાથી સહાયક તરીકે ડી.જે. વણકર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફગણનો સિંહફાળો રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments