ALPESH TRIVEDI – DHORAJI
જામકંડોરણા પંથકમા આજે સાંજે કડાકા ભડાકા સાથે અલ્પ સમય માટેના વરસાદી રૌદ્ર સ્વરૂપને પગલે વિજળી ખાબકતા જામકંડોરણા તાલુકાનુ ચરેલ ગામે વીજળી પડતા પરપ્રાંતીય બે મજુરોના મોત નીપજ્યા છે.
આ અંગેની મળતી માહેતી મુજબ જામકંડોરણા પંથકમાં આજ રોજ સાંજના આશરે ૦૫:૦૦ વાગ્યેના સમયે વાતાવરણમાંં અચાનક પલટો આવતાં વરશાદે જામકંડોરણા પથંકને ધમરોળી નાખ્યો હતો. એક કલાકમા ૪૮ મીમી વિજળીના ભારે કડાકા ભડાકા સાથે પધરામણી કરી હતી.
જામકંડોરણા પંથકમાંના ચરેલ ગામે રહતા પ્રવીણસીહ સતુભાના વાડીયે પરપ્રાંતીય મજુરો આવેલા હોય અને આજ રોજ આ વરશાદી વાતાવરણમા વાડીની ઓરડીમાં બેઠા હતા ત્યારે લાલુભાઇ તોમર ઉ.વ ૨૦ તથા નજરો તોમર ઉ.વ.૨૨ આ બંને યુવાનો ઉપર વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા. ૧૦૮ ની મદદથી જામકંડોરણા સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર પહેલાં જ આ બંને યુવાનો મોત થયું છે.
આ અંગે ગામલોકો દ્વારા જાણવા મળ્યું છે કે આ વરસાદથી ગામની નદીમાં ધોડાપુર આવેલા હતા. અને ૧૦૮ સામા કાંઠે પડી રહી હતી
આ ગામ આજુબાજુના કેટલાક મકાનમાં લાઇટનું વાયરિંગ બળી ગયું છે. અને વિજળી પડતાની સાથે આ ગામ લાઈટ ચાલી ગઇ છે હાલ આ ગામમાં અંધકારપટ છે