Wednesday, October 1, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના કુટનખેડા ગામના લાભાર્થી વર્ષાબેન રાજુભાઈ ભાભોર માટે આયુષ્યમાન કાર્ડ યોજના...

ઝાલોદ તાલુકાના કુટનખેડા ગામના લાભાર્થી વર્ષાબેન રાજુભાઈ ભાભોર માટે આયુષ્યમાન કાર્ડ યોજના બની દેવદૂત

આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મારું સફળ ઓપરેશન થયું અને હું મારા પરિવાર સાથે સામાન્ય જીવન જીવુ છું તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર – લાભાર્થી વર્ષાબેન ભાભોર

રાજ્યભરમાં “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મહિલાઓના આરોગ્ય પ્રત્યે સરકાર સતત ચિંતિત રહી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી રહી છે. એ જ પ્રયત્નોનું એક જીવંત ઉદાહરણ છે કે, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કુટનખેડા ગામના ભાભોર વર્ષાબેનને આયુષ્માન કાર્ડ હેઠળ અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ સ્ટારલાઈટ કેન્સર હોસ્પિટલ ખાતે તેમની સર્જરી કરવામાં આવી તેમના માટે આયુષ્માન કાર્ડ તેમના માટે દેવદૂત સમાન સાબિત થઇ છે. હાલ તેઓ સ્વસ્થ અને તેમના પરીવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યાં છે.

લાભાર્થી ભાભોર વર્ષાબેન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે ગયા હતા મને ૧ મહિનાથી મોઢામાં ન રુઝાતા ચાંદાની તકલીફ ડોક્ટરને બતાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્થાનિક ડેન્ટલ સર્જન ડૉ.નિશા ગર્ગ દ્વારા તપાસ કરતા મોઢાના કેન્સરની શક્યતા જણાતા ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર લેવા માટે સમજાવવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગે મારુ આયુષ્માન કાર્ડ બનાવી આપીને સતત સંકલનમાં રહીને અમને અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ સ્ટારલાઈટ કેન્સર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યા કેન્સર હોસ્પિટલ તમામ સારવાર તેમજ સર્જરી કરવામાં આવી હતી. સરકારની ચાલતી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJY) અંતર્ગત મળેલ આયુષ્માન કાર્ડ હેઠળ તમામ સારવાર વિના મુલ્યે મળી હતી. આ આયુષ્માન કાર્ડ હોવાના કારણે કોઈપણ ખર્ચ કર્યા વગર મારૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું. તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે તેમણે જણાવ્યું છે કે, – “આ યોજના આધારે મારું ઓપરેશન સંભવ થયું છે. બીજા કોઈને પણ આવી કોઈ તકલીફ થાય તો ગભરાવવાની જરૂર નથી. પણ સમયસર સારવારની જરૂર છે. આપણી સરકાર આપણા આરોગ્ય માટે આપણને આયુષ્યમાન કાર્ડ ની સેવા થકી આર્થિક મદદ કરી રહી છે. જેનો સૌએ જરૂર પડ્યે લાભ લેવો જોઈએ. આ કાર્ડ થકી હવે હું મારા પરિવાર સાથે ફરીથી સામાન્ય જીવન જીવી રહી છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

1