દાહોદ નગરના દૌલત ગંજ બજારનાં જૈન ઉપાશ્રયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આજે તા.૨૯/૧૦/૨૦૨૨ ને શનિવારને લાભ પાંચમના દિવસે જ્ઞાનપંચમીની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુરુ મહારાજ આચાર્ય ભગવાન શ્રી કલ્પવર્ષા શ્રીજી મહારાજ સાહેબ તેમજ ભવવર્ષાશ્રીજી મહારાજ સાહેબ દ્વારા શ્રાવક અને શ્રાવીકાઓને સાથે રાખી જ્ઞાનની પૂજા વિધિ કરાવવામાં આવી હતી. આજે વહેલી સવારથી દાહોદ ઉપાશ્રયમાં જૈનોની ભીડ લાગી હતી જેમાં શ્રાવક શ્રાવિકાઓ અને ખાસ કરીને ભૂલકાએ પણ નોટ પેન, નોટ પેન્સિલ મૂકી અને સરસ્વતી દેવીની, આગમ તેમજ જૈન પવિત્ર ગ્રંથોની પૂજા કરી હતી. આ દિવસે મોટાભાગના જૈનો ઉપવાસ, એકાસણું, બેસણું કે આયંબિલનું તપ કરતા હોય છે અને આજે લીલોતરીનો ત્યાગ કરતા હોય છે. આમ જૈનો દ્વારા જ્ઞાનપંચમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
દાહોદનાં દૌલત ગંજ બજાર જૈન ઉપાશ્રયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આજ રોજ ગુરુ મહારાજની નિશ્રામાં જ્ઞાન પાંચમની ભવ્ય ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES