THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ શહેરની મધ્યમાં આવેલ રાત્રી બજારની ૧૩ દુકાનોને નગર પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ વિસ્તારમાં રાત્રી બજાર આવેલ છે. જ્યાં ૨૦ જેટલી ખાણીપીણીની આવેલી છે. જેમાંથી આશરે ૧૪ જેટલી દુકાન ના ભાડુઆતોએ દુકાનનું ભાડું ન ચૂકવતાં નગર પાલિકા ચીફ ઓફિસર અને નગર પાલિકા પ્રમુખની સૂચના અને માર્ગદર્શન હેઠળ નગર પાલિકાના સોપ એસ્ટાબ્લિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તે ભાડુંઆતોને નોટિસ પાઠવવામાં આવેલ હતી, પરંતુ તે દુકાનના ભાડુઆતો દ્વારા આ નોટિસ ની અવગણના કરવામાં આવતા આજે તા.૧૫/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ તે દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જેમાંથી એક દુકાનના ભાડુઆતે સ્થળ ઉપર જ ભાડુ ચૂકવી દેતા તેની દુકાન ને સીલ માર્યું નહિ અને બાકીની ૧૩ દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી.