દાહોદ જિલ્લાના ૧૩૩ – ગરબાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરએ જન સંપર્ક કરતા લોકોનો ભવ્ય અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગરબાડામાં અમિત શાહની જાહેર સભા પછી લોકોમાં ભાજપ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને કોંગ્રેસ ની દસ વર્ષોથી લોકોની મૂળભૂત સમસ્યાઓમાં ધ્યાન ન આપવું લોકોની રજૂઆતો ધ્યાન ઉપર ના લેતા સામાન્ય જનમાનસ ઉપર કોંગ્રેસની ખુબજ ખરાબ છાપ ઉપશી છે. ગરબાડાનાં વિકાસ કાર્યો છેલ્લા દસ વર્ષથી રૂંધાઇ રહ્યા છે એટલે ગરબાડામાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે મહેન્દ્ર ભાભોર વિજય તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને ગરબાડાનાં ગામડે ગામડે ભાજપ તરફ લોકો વળી રહ્યા છે. એ જોતાં લાગી રહ્યું આ વખતે મહેન્દ્ર ભાભોર જંગી બહુમતી થી જીત મેળવશે.
દાહોદની ૧૩૩ – ગરબાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોર મળી રહ્યો છે જબરજસ્ત જન પ્રતિસાદ
RELATED ARTICLES