Friday, January 3, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે યોજાયું...

દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે યોજાયું રિહર્સલ

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકા મથક ખાતે સ્વ જયદીપસિંહજી રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે થનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ વેળાએ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ તિરંગો લહેરાવીને ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરીને દેશભક્તિના રસથી તરબોળ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, દેવગઢ બારીયા મામલતદાર સમીરભાઈ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments