દાહોદ જિલ્લાના ફતેપુરાના વડવાસમાં ૬૦ વર્ષ જુના શિવ મંદિરમાં શિવ પરિવારની નવી પાંચ મૂર્તિઓની નગરમાં શોભાયાત્રા કરી મંદિરમાં સ્થાપના કરવામાં આવી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર થી ૨ થી ૩ કિલોમીટર દૂર વડવાસ મુકામે ભગવાન શંકરનું ૬૦ વર્ષ જૂનું પુરાણું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જુનુ મંદિર હોવાના કારણે મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ છે આ ઉપરાંત નંદીજી, પાર્વતી માતા, ગણપતિજી, કાચબાની અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત થઈ જતા તેના બદલે નવી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે પૂર્વે સમગ્ર નગરમાં શિવ પરિવાર સહિત હનુમાનજીની મૂર્તિઓની શોભાયાત્રા નીકળવા માં હતી.
વડવાસ મુકામે બે દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને કોરોના મહામારીની ગાઈડલાઈન ચુસ્ત પણે પાલન કરીને મંદિર પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો અને બે દિવસના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી ભવિકોએ ભક્તિભાવ સાથે આનો લાભ લઇ મંદિરની શોભા વધારી હતી.