PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા મામલતદારના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને બેરોજગારીને અનુલક્ષીને આવેદન આપ્યું હતું. યુવાનોને રોજગારી આપો નહિ તો સિંહાસન ખાલી કરો તેવા સૂત્રોચ્ચારથી મહોલ ગુંજી ગયો હતો.
કોંગ્રેસ કાર્યકરોમાં યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ કટારા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ પરમાર ભૂતપૂર્વ એમ.પી. પ્રભાબેન તાવીયાડ, ઉપપ્રમુખ રજાકભાઈ તેમજ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોવા મલી રહ્યાં હતા.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલી ભાજપની સરકારને ગુજરાતના યુવાનોના હિતમાં જગાડવાનો પ્રયત્ન કરશે, રાજ્યમાં ચાલીસ લાખ કરતા વધુ બે રોજગાર યુવાનોની રોજગારી માટે ચીમકી આપે છે. 2011માં પાંચમું વાઇબ્રન્ટ થયું ત્યારે વીસ લાખ રોજગારીની તકોની જાહેરાત કરી હતી. તેમાં પચાસ હજાર યુવાનોને પણ રોજગારી મળેલ નથી અને ગુજરાતમાં બેકારીના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. અદ્યોગિક વિકાસના પોકળ દાવા સાબિત થઇ રહ્યા છે. બીજી બાજુ સરકાર સહાયકના નામે આર્થિક શોષણ કરી રહી છે અને આ ગુજરાતનો વિકાસ માત્ર કાગળ ઉપર જ છે. રાજ્યના વિશાળ હિતમાં – યુવાનોને રોજગારી મળે તે માટે યુથ કોંગ્રેસનું ભાજપની સરકારને અલ્ટીમેટમ છે. આ રીતે આવેદનપત્ર આપ્યું હતું.