દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામના મુકેશભાઈ મનસુખભાઈ ચરપોટ ઉ.વ. ૨૮ વર્ષ એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે.
મળેલ માહિતીને આધારે મુકેશભાઈ અને તેમના ઘરનાઓ ગત તા.૧૦/૧૦/૨૦૨૦ ને શનિવારના રોજ દિવસ દરમિયાન ખેતરમાં કામગીરી કરી હતી અને સાંજના ઘરે પરત આવેલા હતા. ત્યારબાદ રાત્રીનું જમવાનું પતાવી રાત્રીના અંદાજે આઠેક વાગ્યાના સમયે મુકેશભાઈએ કહેલ કે આજે તમે બધા ઘરની બહાર સુઓ અને હું આજે ઘરમાં સુવાનો છું. તેમ કહી મુકેશભાઇ ઘરમાં સુતેલા અને ઘરનું બારણું બંધ કરી દીધેલ હતું. રાત્રી લગભગ ૦૯:૩૦ વાગ્યાના સમયમાં અમોએ પાણી પીવા માટે બારણું ખખડાવેલ પરંતુ મારા પતિએ બારણું ન ખોલતાં મેં જોરથી ધક્કો મારી બારણું ખોલ્યું અને અંદર જોતાં જ છોકરાઓને સુવડાવવા માટે કરેલ ખોયાની સાડીના છેડેથી મારા પતિ ગળે બાંધી લટકાયેલ હતા. અમોએ તેઓને નીચે ઉતારી અને સાડી છોડી જોતા થોડો શ્વાસ ચાલુ જણાયો હતો. જેથી બૂમાબૂમ કરતાં આજુબાજુથી પડોશી કાકા વિગેરે આવી જતાં અમોએ 108ને ફોન કરી બોલાવી અને ફતેપુરા લાવેલા ત્યાં ડૉક્ટરે તપાસ કરતાં તેઓને મરણ જાહેર કરેલ હતા. જેથી ગીતાબેન મુકેશભાઈ ચરપોટ કે જેઓ મરણ જનારના પત્નીએ ફતેપુરા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ આપેલ છે અને તે બાબતે પોલીસે અકસ્માત મોત નં. ૧૦/૨૦૨૦ CRPC ની કલમ ૧૭૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી આગળની કાર્યવાહી કરેલ.