Friday, December 27, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીની APMC માં ₹. ૫૮ લાખના ખર્ચે બનનાર બહુમાળી બિલ્ડિંગનું...

દાહોદ જિલ્લાના સંજેલીની APMC માં ₹. ૫૮ લાખના ખર્ચે બનનાર બહુમાળી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું

ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના વરદ્દ હસ્તે APMC ઓફિસ તેમજ દુકાનોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ના સંજેલી ના ઝાલોદ રોડ પર આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રવિવારના રોજ ધારાસભ્ય રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં ₹. ૫૮ લાખના ખર્ચે બનનારા ઓફિસ તેમજ દુકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકાના ૫૬ ગામ સહિત આસપાસના સિગવડ, સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ તાલુકાના વિસ્તારના  કેટલાક ખેડૂતો સંજેલી APMC મા આદુ, કપાસ, મગફળી.જેવા પાકોનો સારો ભાવ મળતો હોવાથી સંજેલી સુધી લાંબા થતા હોય છે. આદુ, કપાસ માટે સંજેલી માર્કેટ પ્રખ્યાત ગણવામાં આવે છે. અહીંથી મોટા ભાગે સુરત, નવસારી, બિલીમોરા, નડિયાદ, આણંદ, હિંમતનગર, મોડાસા જેવા શહેરોમાં સંજેલીનુ આદું પ્રખ્યાત ગણવામાં આવે છે. લગભગ ત્રણ વર્ષ પહેલા ઝાલોદમાંથી આ APMC નું વિભાજન કરવામાં આવ્યું હતું. ખેત પેદાશોની આવક વધુ હોવાથી માર્કેટમાં આવક પણ તેટલી જ વધુ છે. દુકાનોની વધુ જરૂરિયાત પડતા માર્કેટ યાર્ડનું જર્જરિત ઓફિસનું મકાન તોડી પાડી માર્કેટને આવક તેમજ ખેડૂતોને સુવિધા મળી રહે તેને ધ્યાને લઈ નીચે દુકાનો બનાવી ઉપર વિવિધ સુવિધા વાળી ઓફિસ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જે મંજૂરી મળતાં જ  ફતેપુરા ધારાસભ્ય રમેશભાઇ કટારાના હસ્તે ગત તા.૨૦/૦૯/૨૦૨૦ ને રવિવારના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં APMC ચેરમેન માનસિંગભાઇ રાવત, સેક્રેટરી પ્રકાશ દશમા, પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા, ઉપપ્રમુખ જગ્ગુ બાપુ, મહિલા મોરચા રુચિતા રાજ, સંજેલી સરપંચ કિરણ રાવત, APMC કાળુભાઇ સંગાડા, વિષ્ણુ અગ્રવાલ, કાળુભાઇ બારિયા, રાજેશ ડામોર, મહેન્દ્ર પલાશ, સુરેન્દ્રસિંહ સોલંકી, બંટી વેવાઇજી, માર્કેટ યાર્ડના કર્મચારીઓ, દુકાનદારો અને ખેડૂત વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ₹. ૫૮ લાખના ખર્ચે બનનારા બહુમાળી બિલ્ડિંગ ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments