દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા આદિવાસીની સંસ્કૃતિ અને રૂઢી પ્રથા રીતી રિવાજ સમાપ્ત કરવા તેમજ વિકાસ ના નામ પર જળ, જંગલ અને જમીનથી બેદખલ કરી વિસ્થાપન કરવાના અસવૈધાનિક કૃત્યો પર તાત્કાલિક રોક લગાવી સવૈધાનિક વ્યવસ્થા અનુરૂપ સુનિશ્ચિત કરવાના તેમજ સમસ્ત ભારતના આદિવાસીઓના વિવિધ મુદાઓના સંદર્ભમાં તા.૧૮/૧૧/૨૦૨૦ ને બુધવારના રોજ સંજેલી મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના વિચાર વિમર્શ સાથે આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદાર પી.આઈ. પટેલનેે આવેદનપત્ર આપવા અને તેેેનેે દેશના રાષ્ટ્રપતિ સુુુધી પહોંચાડવા માટે કહેેેવામાં આવ્યું હતું. સંજેલી મામલતદાર પી.આઈ. પટેલએ આવેદન પત્ર સ્વીકારી ઉપર મોકલાવવા માટેની તજવીજ કરી હતી.
દાહોદ જિલ્લાના સંજેલીમાં આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
RELATED ARTICLES