Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી...

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર

  • અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી ડો કુબેરભાઇ ડિંડોર
  • આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી, છતાં અસરગ્રસ્તોની વહારે તંત્રનાં અધિકારીઓને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવતા પ્રભારી મંત્રી ડો કુબેરભાઇ ડિંડોર

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

આજે કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરે જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી અત્રતત્ર સર્વત્ર વરસાદી જળ છવાઇ ગયુ છે. ભારે વરસાદનાં પગલે રાજ્ય સરકારે નાગરિકોને અગવડતા ના પડે અને સલામતી પુર્વક કુદરતી આપદાને વહન કરવાની હામ મળે તે દીશામાં તંત્રનાં અધિકારીઓને કામગીરી કરવા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.

આ તકે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યુ હતુ કે આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી હવા છતાં અધિકારીઓએ અસરગ્રસ્તોને વહેલી તકે કુદરતી આપદામાં સહાયભુત બનવા અને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવ્યુ હતુ. બેઠકમાં મંત્રીશ્રીએ માનવ ખુવારી, પશુ મરણ, પીવાનાં પાણીની સવલત, વીજપુરવઠો, પરીવહન માટે એસ.ટીની વ્યવસ્થા, પાક ધોવાણ, જિલ્લાનાં જળાશયોની સ્થિતી, ગામોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની ઉપલબ્ધી, અસરગ્રસ્ત તાલુકાઓમાં બચાવ રાહતનાં સંશાધનો અને ફાયરફાયટરની સવલતો, અસરગ્રસ્ત પરિવારોને ફુડપેકેટનું વિતરણ સહિતીની બાબતો અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી હતી.

આ તકે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ અમલીકરણ અધિકારીઓ અને તેમના તાબાના કર્મચારી/અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન સુવિધામાં કોઇપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેમ તાકીદ કરી હતી.
આ બેઠકમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments