Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં 100 કરોડના ખર્ચે બનનાર બે રોડ ઓવર બ્રીજના શિલાન્યાસ કેન્દ્રીય...

દાહોદ જિલ્લામાં 100 કરોડના ખર્ચે બનનાર બે રોડ ઓવર બ્રીજના શિલાન્યાસ કેન્દ્રીય રાવસાહેબ દાનવે પાટીલના વરદ્હસ્તે કરવામાં આવ્યાં

દાહોદ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી હસ્તે શિલાન્યાસ

પશ્ચિમ રેલ્વે રતલામ ડિવિઝનના દાહોદ ખાતે 07 ઓક્ટોબર 2022ના રોજ કેન્દ્રીય રેલ્વે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પાટીલ દ્વારા આજે પીપલોદમાં યાર્ડ ખાતે લેવલ ક્રોસિંગ નં.28 અને પીપલોદ – લીમખેડા વિભાગમાં લેવલ ક્રોસિંગ નંબર 32 ની જગ્યાએ રોડ ઓવર બ્રિજનાં શિલાન્યાસ કર્યા હતા અને પીપલોદ ખાતે સભાનું સંબોધન કરતા તેમને દાહોદના રેલ્વેની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે દાહોદના રેલ્વે વર્કશોપનું નિરીક્ષણ કર્યા પછી રેલ રાજ્ય મંત્રી જણાવ્યું હતું કે આ રેલ્વે વર્કશોપ બ્રિટિશ સમયથી ચાલી રહ્યું છે અને તેમાં રેલ્વેના કોચ, વેગન અને વેગનનું રીપેરીંગ કામ થતું આવ્યું છે અને જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹ 20 હજાર કરોડ દાહોદના વર્કશોપ ને ફાળવેલા છે ત્યારે દાહોદમાં હવે રેલ્વેના અદ્યતન એન્જિન બનશે અને તે એન્જિન ભારત વિદેશોમાં વેચશે અને જેના લીધે દાહોદ વિશ્વ વિખ્યાત થશે અને હવે પછીના સમયમાં દાહોદની પછાત આદિવાસી જિલ્લા તરીકેની તસવીર છે તે બદલાશે અને વિકાસશીલ જિલ્લા તરીકે દેશના વિકાસમાં સિંહ ફાળો આપશે. પીપલોદની સભા પછી માન કેન્દ્રીય રાજ્યમંત્રી દ્વારા દાહોદ સ્ટેશન ઉપર રેલ્વેના નવા ફૂટ ઓવર બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને દાહોદ ઓડિટોરિયમમાં પણ એક સભા સંબોધી હતી.

આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ભાજપ જિલ્લા પ્રમુખ અને સ્થાનિક રેલ્વે અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments