PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તથા તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી રાહબરી હેઠળ આયુષ્ય દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા તાલુકાઅને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્ય કર્મીઓની સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે સાથે સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ તેઓની ફરજો અદા કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના કલેકટર વિજય ખરાડીએ ઝાલોદના તાલુકા આરોગ્ય કેન્દ્ર અને ઝાલોદ પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઇ તપાસ કરી હતી. વધુમાં તેઓએ વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી ઝાલોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી
દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીની સાથે ઝાલોદના પ્રાંત અધિકારી એસ.ડી.ચોધરી અને મામલતદાર.વી.જી.રાઠોડ, નાયબ મામલતદાર મંદિપ પંચાલ, તલાટી કનુભાઈ ચૌધરી
તાલુકાના આરોગ્ય અધિકારી ધીરેન્દ્ર પાંડે, RMO.કટારા વગેરે જોડાયા હતા.