કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રજાકીય પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા નિકાલ લાવવા કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠક દરમ્યાન જેમાં જમીન દબાણ, જેસાવાડા થી ગરબાડા બસ સેવા શરૂ કરવા બાબત, સુજલામ સુફલામ યોજના, મધ્યાહન ભોજન, E – KYC તેમજ પેન્શન કેસો, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્ર, બાળ અને શ્રમિક વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ સહિત, પ્રાંત અધિકારીઓ ,ચીફ ઓફિસરો, તાલુકા મામલતદારો અને સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.