Wednesday, February 5, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાદાહોદ બીજેપી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતગર્ત 131 - લીમખેડાના વિધાનસભાના ચિલકોટા...

દાહોદ બીજેપી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતગર્ત 131 – લીમખેડાના વિધાનસભાના ચિલકોટા ગામે સાંસદ જસવંતસિંહ ભાભોરએ ઘર ઘર શરૂ કર્યો સંપર્ક

દાહોદ બીજેપી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતગર્ત અલ્પકાલીન વિસ્તરક યોજનાના ભાગ રૂપે સાંસદ જસવંતસિંહ ભાભોરએ ઘર ઘર સંપર્ક કર્યો શરૂ

૩૦ મે, ૨૦૨૩ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને ૯ વર્ષ પુર્ણ કર્યા તે પ્રસંગે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ,શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવી રહ્યા છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે જેના ભાગ રૂપે આજે 131 લીમખેડાના વિધાનસભાના ચિલકોટા ગામે રાજુભાઈ બામણીયાના ઘરે અલ્પકાલીન વિસ્તારક યોજનાના ભાગ રૂપે આજે ચિલાકોટા બુથ નંબર ત્રણના 14 કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.

જન સંપર્ક અભિયાન અંતર્ગત જેમાં મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગતની યોજના માટે તૈયાર કરવામાં આવી હતી અને આવનારા સમય ને ધ્યાને લઈ બધા પાસાઓ ની સમીક્ષા કરવામાં આવી હતી.ત્યાર પછી સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ચિલાકોટા ગામના ગોરાડી ફળિયાથી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્કની શરૂઆત કરી હતી જેમાં જરૂરી સાહિત્ય, પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંસદે પોતે દરેક ઘરે સ્ટીકરો ચોટડ્યા હતા આ ઘર ઘર સંપર્ક દરમિયાન આખા દિવસમાં ગામના આગેવાનો ,સહકારી આગેવાનો, પૂર્વ સરપંચ અને સરપંચ ને મળ્યા હતું

આ કાર્યક્રમમાં સાંસદે ઘરે ઘરે જઈ લોકો સાથે સંવાદ યોજ્યો હતો અને મોદી સરકાર દ્વારા 9 વર્ષમાં લોક વિકાસના કામો ની ગાથા સમજાવી હતી અને સાથે સાથે દરેક ઘરે લોકોને સરકારની ફ્રિ રાશન, આયુષ્માન કાર્ડ, કિશાન સન્માન નિધિ આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તેની પૃચ્છા કરી હતી અને લોકોની સમસ્યાઓ પણ જાણી અને દરેક ઘરે વ્યક્તિઓને શાંતિ થી સાંભળ્યા હતા અને સ્થળ ઉપરથી એનું સમાધાન થાય નિકાલ થાય તે માટે કાર્યવાહી પણ તાત્કાલિક કરી હતી. આ પ્રસંગે જિલ્લા સભ્ય ટિ.કે. બારિયા , પપ્પુભાઈ જૈન અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments