સમગ્ર દાહોદ જિલ્લા સંસદીય મત વિસ્તારમાં આજે તા.૩૦/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. જેમાં આજે સવારમાં દાહોદના સિટી ગ્રાઉંડ ખાતે દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના વરદ્દ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. દાહોદ જિલ્લામાં ક્રિકેટ સહિત ૯ (નવ) જેટલી વિવિધ રમતોમાં આશરે 10 હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દાહોદ જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં આજથી જ આ સમગ્ર સાંસદ ખેલ સ્પર્ધા ની શરૂઆત થઈ ગઈ છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી શરીર સૌષ્ઠવ અને રમત ગમતને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમાંયે યુવાનોને મહત્તમ પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેના ભાગ રુપે જ તેઓએ સાંસદ ખેલ સ્પર્ધાની શરુઆત કરાવી હતી. જેના ભાગ રુપે આ વર્ષે ત્રીજી સાંસદ ખેલ સ્પર્ધા થઈ રહી છે. તા.૩૦ ડિસેમ્બર, શનિવારના રોજ દાહોદ સંસદીય વિસ્તારની તમામ 7 વિધાનસભા વિસ્તારોમાં સાંસદ ખેલ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં આજે સંતરામપુર વિધાનસભાનો ઉદ્ઘાટન સમારોહ “ભેમાનંદ હાઈસ્કૂલ” મા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમા યોજાયો. દેવગઢ બારિઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ શુભારંભ કરાવ્યો હતો. જયારે સાંસદ જશવંતસિંહ ભાભોર ગરબાડાના અભલોડમાં શ્રી પાંડુરંગ હાઈસ્કૂલમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સાથે ખાસ ઉપસ્થિત રહેશે. ફતેપુરા ની આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમા ધારાસભ્ય રમેશભાઈ કટારા, ઝાલોદના પાવડી SRP મેદાન પર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, લીમખેડામા સીંગવડ જે.એલ. શેઠ હાઈસ્કૂલમા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ દાહોદ તાલુકામા એકલવ્ય સ્કુલ ખરેડીમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ દાહોદના સિટી ગ્રાઉંડ ખાતે ક્રિકેટની ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવી ઉદ્દઘાટન કર્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કુલ ૧૦૦ જેટલી ટીમો ભાગ લેવા જઈ રહી છે. જે ૮ ( આંઠ ) દિવસ ચાલશે અને તા.૦૭/૦૧/૨૦૨૪ ને રવિવારના રોજ ફાઈનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ દિવસ અને રાત્રી પણ રમાશે.
આ સાંસદ ખેલ સ્પર્ધામાં ક્રિકેટની ટુર્નામેન્ટમાં દાહોદના સિટી ગ્રાઉંડ ખાતે સમારંભના અધ્યક્ષ સ્થાને દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, સુજાન કિશોરી, રમેશ પલાસ, નીતિન બારી, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.