Thursday, December 26, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ LCB અને SOG ની ટીમે લાખ રૂપિયાની ઉઘરાણી કરનાર નકલી પોલીસ...

દાહોદ LCB અને SOG ની ટીમે લાખ રૂપિયાની ઉઘરાણી કરનાર નકલી પોલીસ અને નકલી પત્રકાર ઝડપી પાડયા

નકલી પોલીસ તથા પત્રકારનો સ્વાંગ રચી ફરીયાદી ને ભયમા મુકી બળજબરીપૂર્વક રોકડ રુપિયા ૧,૦૫,૦૦૦/-કઢાવી લેનાર ત્રણ આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લીધેલ બોલેરો ગાડી સાથે ગણતરીના કલાકોમા ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

તા.૨૭/૦૧/૨૦૨૩ ના કલાક ૧૩/૩૦ વાગે મોજે ગુણા ગામે તળાવ ફળીયા વિસ્તારમા અજાણ્યા પાંચેક ઇસમોએ એક વ્હાઇટ કલરની બોલેરો ગાડી નંબર GJ – 06 FK – 3463 મા બેસી આવી SOG પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી ફરીયાદીના ઘરના તથા ખેતરના ફોટા પાડી તમો બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે F.I.R. થશે. પેપરમા ફોટા સાથે તમારા નામ આવી જશે તેમ કહી ધમકી આપી પોલીસનો સ્વાંગ રચી ફરીયાદી સાથે બળજબરી કરી રુપિયા ૧,૦૫,૦૦૦/- કઢાવી લઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતેની ફરીયાદ ફરીયાદીએ ગત રોજ તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ પીપલોદ પો.સ્ટે.ગુનો રજી કરાવેલ.
આ ગુનાની ગંભીરતા સમજી અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ પોલીસ અધિકારીઓને જરુરી સુચના અને માર્ગદર્શન આપતા આજે તા.૦૮/૦૨/૨૦૨૩ ને બુધવારના રોજ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.કાનમીયા એલ.સી.બી. દાહોદ તથા પો.સ.ઇ. જે.બી.ધનેશા એસ.ઓ.જી. દાહોદ તથા એલ.સી.બી. સ્ટાફની જુદી – જુદી ટીમો બનાવી ગુન્હામા ઉપયોગમા લીધેલ બોલેરો ગાડીની તપાસમા નિકળેલ દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ. આર.સી.કાનમીયાનાઓને બાતમી હકિકત મળેલ કે, બોલેરો ગાડી નં.GJ – 06 FK – 3463 ની કતવારા બાજુથી દાહોદ તરફ આવનાર છે. જે હકિકત આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ જાલત ગામેથી બોલેરો ગાડીને ચાલક સાથે ઝડપી પાડી ચાલકનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ બાબુભાઇ જીમાલભાઇ મોહનીયા રહે. વાંકીયા પટેલ ફળીયું તા.જી.દાહોદનો હોવાનું જણાવેલ. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેને પોતાની બોલેરો ગાડી GJ – 06 FK – 3463 ની લઇ તે દિવસે ડ્રાઇવર તરીકે તેના છોકરો જીતેન્દ્રભાઇ બાબુભાઇ મોહનીયા તથા રમેશભાઇ મગનભાઇ દહમા તથા નરેશભાઇ જુવાનસીંગ તડવી તથા અન્ય બીજા બે એમ કુલ છ જણા ભેગા મળી ગુણા ગામે ગયેલ અને ત્યા એસ.ઓ.જી પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી એક ઘરના તથા ખેતરોમાં ફોટા પાડી તેઓને “તમે બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે અને પેપરમાં પણ ફોટા સાથે તમારા નામ આવશે” તેવી ધમકી આપી તે ઘરના માણસ પાસેથી રુપિયા ૧,૦૫,૦૦૦/- કઢાવી લીધેલ હોવાની કબુલાત કરતા જે બાબતે તપાસ કરતા નીચે મુજબનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં પોલીસ ને સફળતા મળી હતી. પીપલોદ પો.સ્ટે.પાર્ટ “એ” એફ.આઇ.આર. નં. ૦૦૩૨ / ૨૦૨૩ ઇ.પી.કો કલમ – ૧૭૦, ૩૮૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments