Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ LCB ની ટીમે લીમખેડા, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યના ઘરફોડ ચોરીના ૦૪...

દાહોદ LCB ની ટીમે લીમખેડા, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યના ઘરફોડ ચોરીના ૦૪ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારું LCB ટીમને સૂચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને LCB ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન LCB P.I. એમ.કે. ખાંટ નાઓની સુચના મુજબ આજ રોજ PSI એમ.એફ. ડામોર તથા PSI આર.બી. ઝાલા તથા LCB સ્ટાફની ટીમ લીમખેડા ડીવીઝનમાં કાર્યરત હતી. તે દરમિયાન બાતમી હકીકત ના આધારે ધરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સંદીપભાઈ નરસિંગભાઈ જાતે માવી (મકવાણા) ઉ.વ. ૨૨ રહે. પલાસ ફળીયું, કથોલીયા. તા. લીમખેડા જિ. દાહોદ ના ઘરની વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું લીમખેડા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ. આ આરોપી સામે લીમખેડા પો.સ્ટે..ગુ..નં.૦૦૨૩/૨૦૨૦ .પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ તથા મધ્યપ્રદેશ ધાર જિલ્લા કુક્ષી .ગુ..નં.૦૬૫૯/૨૦૨૦ .પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ તથા મધ્યપ્રદેશ ધાર જિલ્લા કુક્ષી .ગુ..નં.૦૦૭૯/૨૦૨૧ .પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ તથા રાજસ્થાન બાસવાડા ગઢી પો.સ્ટે..ગુ..નં.૦૩૦૯/૨૦૨૦ .પી.કો.. ૪૫૭, ૩૮૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ છેલ્લા બે વર્ષથી લીમખેડા પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન રાજ્યના ઘરફોડ ચોરીના કુલ૦૪ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ LCB ને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments