ALPESH TRIVEDI – DHORAJI
ગુજરાત સરકાર નાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે જીલ્લાના રમતગમત અધિકારીની કચેરી રાજકોટ ગ્રામ્ય દ્વારા આયોજિત અને લઘુ ઉદ્યોગ ભારતીનાં સહયોગથી જીલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૧૭ – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૫ ટીમોએ પ્રાચીન – અર્વાચીન રાસ ગરબા જસદણ પડધરી રાજકોટ તાલુકો ઉપલેટા ખાતેથી સ્વા સ્પર્ધકો આવેલ હતાં અને દરેક સ્વા સ્પર્ધકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી અને નંબર-૧, નંબર-૨ નંબર-3 એમ ત્રણ ટીમોને સીલ્ડ એનાયત કરવામાં આવેલ હતો જેમાં ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને આ રાજકોટ ગ્રામ્ય નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશભાઈ ઠુંમર, વિનુભાઈ માથુકીયા, હરસુખભાઈ ઠુંમર, પી.આર. પાંડાવદરા તથાં અન્ય મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી.